MDR On UPI:UPI પર MDR દિવાળી બાદ લાગૂ થશે, ટૂંક સમયમાં નવી તારીખ ક્યારે થશે જાહેર તે જાણો

મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR એક એવો ચાર્જીસ છે કે જે વ્યાપારી ડિજિટલ ચુકવણીની પ્રક્રિયાને પૂરી કરનારી બેંક અને પેમેન્ટ કંપનીને આપે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 13 Oct 2026 06:04 PM (IST)Updated: Tue, 13 Oct 2026 06:08 PM (IST)
mdr-on-upi-will-be-implemented-after-diwali-rollout-deferred-from-october-15

MDR On UPI:UPIથી ચુકવણી સ્વીકારનાર કારોબારીઓને તહેવારના સમયે વધુ કેટલીક રાહત મળી છે. ચોક્કસ વ્યાપારીઓને ચુકવણી સંબંધિત લાગુ ચાર્જીસ હવે 15 ઓક્ટોબરથી લાગુ નહીં થાય.

NPCI દ્વારા તેને દિવાળી બાદ લાગુ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. નવી તારીખની જાહેરાત અલગથી કરવામાં આવશે. આ નિર્ણય ચાર્જીસ લાગુ થવાની નિયત તારીખથી બે દિવસ અગાઉ કરવાં આવ્યો છે. NPCIની માહિતી પ્રમાણે UPI અને સર્વિસસ

હવે કઈ ચુકવણી પર ચાર્જીસ લાગશે?

મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR એક એવો ચાર્જીસ છે કે જે વ્યાપારી ડિજિટલ ચુકવણીની પ્રક્રિયાને પૂરી કરનારી બેંક અને પેમેન્ટ કંપનીને આપે છે. નવી વ્યવસ્થા હેઠળ કારોબારીઓ ચુકવવામાં આવતા રૂપિયા 2000થી વધારેના ચોક્કસ UPI પેમેન્ટ પર 0.40 ટકા ચાર્જીસ લાગશે. તેની મહત્તમ મર્યાદા રૂપિયા 300 હશે.

બિલ ચુકવણી, ઈંધણ અને શિક્ષણ જેવી કેટલીક કેટેગરીમાં રૂપિયા પાંચ ચાર્જીસ નક્કી કરવામાં આવ્યો છે.માહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચાર્જીસના દરો અને તેના માળખામાં કોઈ ફેરફાર થશે નહીં. અત્યારે ફક્ત તેને લાગુ કરવાની તારીખ આગળ વધારવામાં આવી છે.

સપ્ટેમ્બરમાં UPIથી કેટલી થઈ ચુકવણી

સપ્ટેમ્બરમાં UPI એ દરરોજ સરેરાશ 802 મિલિયન વ્યવહારો કર્યા જે અત્યાર સુધીનો સૌથી વધુ રેકોર્ડ છે. સરેરાશ દૈનિક વ્યવહાર મૂલ્ય આશરે ₹97,913 કરોડ હતું. સમગ્ર મહિના માટે વ્યવહારો વાર્ષિક ધોરણે 22.6% વધીને 2,407 કરોડ થયા, જે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 1,963 કરોડ હતા. આ સમયગાળા દરમિયાન કુલ વ્યવહાર મૂલ્ય આશરે ₹24.89 લાખ કરોડથી 18% વધીને ₹29.37 લાખ કરોડ થયું.