Marengo CIMS Hospital: મૈરિંગો સિમ્સ હોસ્પિટલે ગુજરાતમાં પ્રથમ વખત ટ્રાન્સકેથેટર ટ્રાઇક્સપિડ વાલ્વ રિપ્લેસમેન્ટ (TTVR) કર્યું

દર્દીની સફર સામાન્ય ન કહી શકાય. તેમની પ્રથમ હાર્ટ વાલ્વ સર્જરી 1984માં કરવામાં આવી હતી અને ત્યારબાદ 1996માં એક કોમ્પલેક્સ રી-ડુ સર્જરી થઇ હતી તથા 2016માં ટ્રાઇક્સપિડ વાલ્વ રિપ્લેસમ

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 03 Jan 2026 07:45 PM (IST)Updated: Sat 03 Jan 2026 07:45 PM (IST)
marengo-cims-hospital-create-history-by-performing-gujarats-first-trans-catheter-tricuspid-valve-replacement-gives-a-high-risk-heart-patient-a-second-chance-667505

Marengo CIMS Hospital: મૈરિંગો સિમ્સ હોસ્પિટલે ગુજરાતનું પ્રથમ ટ્રાન્સકેથેટર ટ્રાઇક્સપિડ વાલ્વ રિપ્લેસમેન્ટ (TTVR) સફળતાપૂર્વક પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો છે. આ એક એવી ક્ષણ છે જેમાં મેડિકલ સાઇન્સ અને માનવતા બંને મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ સિદ્ધિરૂપ પ્રોસેસ એક 61 વર્ષની ઉંમરના મહિલા પર કરવામાં આવી હતી, જેઓ જીવનમાં ત્રણ મુખ્ય હાર્ટ સર્જરીમાંથી પસાર થઇ ચુક્યા હતા તથા એક એવા તબક્કા પર હતા જેમાં કન્વેન્શનલ સર્જરી શક્ય ન હતી.

આ દર્દીની સફર સામાન્ય ન કહી શકાય. તેમની પ્રથમ હાર્ટ વાલ્વ સર્જરી 1984માં કરવામાં આવી હતી અને ત્યારબાદ 1996માં એક કોમ્પલેક્સ રી-ડુ સર્જરી થઇ હતી તથા 2016માં ટ્રાઇક્સપિડ વાલ્વ રિપ્લેસમેન્ટ. સમય જતા, રિપ્લેસ્ડ વાલ્વ નબળો પડી ગયો હતો તથા ગંભીર રીતે લીક થવા લાગ્યો હતો. ટ્રાઇક્સપિડ વાલ્વ ખૂબ જ મહત્વનો જમણી બાજુનો હાર્ટ વાલ્વ છે, જેનાં થકી રક્ત હાર્ટમાં પ્રવેશે છે તથા આ વાલ્વ ઉપચારની દ્રષ્ટીએ સૌથી જટીલ અને મુશ્કેલ વાલ્વ પૈકીનો એક છે. તેની નિષ્ફળતાને કારણે પગ અને ચહેરા પર સોજો, લીવર બંધ થવું, શ્વાસ લેવામાં તકલીફ અને ભારે થાક કે જેથી રોજિંદા સામાન્ય કાર્યો પણ મુશ્કેલ બન્યા હતા.
ડોક્ટરે પરીવારને સમજાવ્યું હતું કે વધુ એક ઓપન હાર્ટ સર્જરી અત્યંત જોખમી છે તથા જીવનાં જોખમની પણ શક્યતા છે. કોઇ સુરક્ષિત સર્જીકલ ઉપાય ન હોવાથી, હોસ્પિટલની મલ્ટિડિસિપ્લિનરી હાર્ટ ટીમે એક એકવાન્સ્ડ છતાં ઓછામાં ઓછો ઇન્વેસિવ વિકલ્પ પસંદ કર્યો, જે છે ટ્રાન્સકેથેટર ટ્રાઇક્સપિડ વાલ્વ રિપ્લેસમેન્ટ. આ એક એવી પ્રોસેસ છે, જેમાં ડેમેજ્ડ વાલ્વને હાર્ટ ઓપન કર્યા વગર રિપ્લેસ કરવામાં આવે છે. જ્યારે તામામ ઉપાયો અશક્ય હોય, એ સમયે આ પ્રોસેસ આશાસ્પદ બની શકે છે. આ હાઇ-રીસ્ક TTVR 26 ડિસેમ્બર 2025નાં રોજ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. દર્દીની સ્થિતિમાં સતત સુધાર જોવા મળ્યો તથા ત્રણ દિવસમાં તેમને રજા આપવામાં આવી હતી, જેથી પરિવારે આશા તથા રાહતનો અનુભવ કર્યો.

ગુજરાતનાં ઓપરેટિંગ કાર્ડિયોલોજીસ્ટ તથા સિનિયર કાર્ડિયોલોજીસ્ટ ડૉ. મિલન ચાગે જણાવ્યું કે, હું આ દર્દીની ટ્રીટમેન્ટ ગત 31 વર્ષથી કરી રહ્યો છું તથા આ ઝીંણવટતાપૂર્વકની સારવારે અગાઉની ત્રણ ઓપન હાર્ટ સર્જરી છતાં દર્દીને ત્યારે સાજા રાખ્યા છે, જ્યારે નબળા પડી ગયેલા ટ્રાઇક્સપિડ વાલ્વને કારણે તેમને વારંવાર હોસ્પિટલમાં દાખલ થવું પડતું હતું તથા તેની અસર તેમના જીવનની ગુણવત્તા પર પણ જોવા મળી હતી. આ યુનિક તથા લાઇફ-સેવિંગ TTVR ટ્રીટમેન્ટ લોકલ એનેસ્થેસિયા તથા ઘેનની દવાઓ હેઠળ કરવામાં આવી હતી, જેને કારણે દર્દીને એક સક્રીય જીવનની વધુ એક તક મળી શકી.

ડિરેક્ટર - કાર્ડિયો થોરાસિક અને વાસ્ક્યુલર સર્જન અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ડૉ. ધીરેન શાહે કહ્યું કે, માનવતા આ મેડિકલ માઇલસ્ટોનને ખરા અર્થમાં પૂર્ણ બનાવે છે. દર્દીનાં એક નજીકનાં પરિવારનાં સભ્યએ અગાઉ કાડેવર ઓર્ગન ડોનેશનનો નિ:સ્વાર્થ નિર્ણય લીધો હતો, જેનાં થકી પાંચ લોકોનાં જીવ બચી શક્યા હતા. સમાજમાં આ અસાધારણ યોગદાનને ધ્યાનમાં રાખીને, મેડિકલ ટીમે કલેક્ટીવ રીતે ક્લિનિકલ જવાબદારીથી આગળ વધીને માનવતાનાં પાયા પર સારવાર આપવાનું પસંદ કર્યું. સમગ્ર હાઇ-રીસ્ક પ્રોસેસ ખરી કિંમતનાં માત્ર 50% પર જ કરવામાં આવી હતી તથા એક્સપર્ટ્સે કોઇપણ પ્રોફેશ્નલ ફી લીધા વગર માત્ર કરૂણા દાખવીને પ્રોસેસ પાર પાડી હતી.

આ ઐતિહાસિક સિદ્ધિ વેસ્ટર્ન ઇન્ડિયાને એડવાન્સ્ડ હાર્ટ કેરનાં પથ પર આગવું સ્થાન આપે છે માત્ર એટલું જ નહીં, પરંતુ એક શક્તિશાળી સિદ્ધાંતની પણ પુષ્ટિ કરે છે કે મેડિસિનનો પાયો નૈતિકતા, સંવેદનશીલતા તથા કૃતજ્ઞતા પર ટકેલો છે તથા તેની સમાજ પર ઊંડી અસર પડે છે. દર્દીની રિકવરી તથા હાર્ટ ફંક્શનને નજીકથી મોનિટર કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની પ્રથમ TTVR અડગપણુ, કૃતજ્ઞતા અને માનવતા સાથે મેડિકલ કેરનાં ટ્રાન્ફોર્મેશનનું પ્રતીક છે.