Costliest Residential:આ વ્યક્તિએ ભારતનું સૌથી મોંઘુ સિંગલ યુનિટ ખરીદ્યું, અત્યાધુનિક પ્રોજેક્ટમાં એક ફુટનો ભાવ છે રૂપિયા 2.6 લાખ

Costliest Residential:એન્ટરપ્રેન્યોર માનવ સરદાનાએ DLFના (The Dahlias)માં રૂપિયા 271 કરોડમાં એક પેંટહાઉસ ખરીદી છે. તે દેશમાં કોઈ એક યુનિટ (બિલ્ડિંગનો હિસ્સો)ની સૌથી મોંઘા ખરીદ-વેચાણ છે. માનવ સરદાના અગાઉ ઈમ્પીરિયલ ઓટો સાથે સંકળાયેલા હતા. જેને ગ્લોબલ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ વારબર્ગ પિંક્સે ખરીદી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 10 Aug 2026 08:08 PM (IST)Updated: Mon, 10 Aug 2026 08:08 PM (IST)
manav-sardana-buy-costliest-single-residential-unit-penthouse-at-dlf

Costliest Residential:એન્ટરપ્રેન્યોર માનવ સરદાનાએ DLFના (The Dahlias)માં રૂપિયા 271 કરોડમાં એક પેંટહાઉસ ખરીદી છે. તે દેશમાં કોઈ એક યુનિટ (બિલ્ડિંગનો હિસ્સો)ની સૌથી મોંઘા ખરીદ-વેચાણ છે. માનવ સરદાના અગાઉ ઈમ્પીરિયલ ઓટો સાથે સંકળાયેલા હતા. જેને ગ્લોબલ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ વારબર્ગ પિંક્સે ખરીદી હતી.

આ પેંટહાઉસનો સુપર એરિયા 17,200 વર્ગફુટ અને કારપેર એરિયા 10,500 વર્ગફુટ છે. કાપપેટ એરિયાની દ્રષ્ટિએ તેની કિંમત આશરે રૂપિયા 2.6 લાખ પ્રતિ વર્ગ ફુટ થાય છે, જે પ્રતિ વર્ગ ફુટ હિસાબથી દેશની સૌથી મોંઘી રેસિડેન્શિયલ ડીલ્સ પૈકી એક છે.

પ્રોજેક્ટની શરૂઆતી કિંમત રૂપિયા 100 કરોડથી વધારે

DLFના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ બિઝનેસ ઓફિસર આકાશ ઓહરીએ Q1FY2027ના એનાલિસ્ટ કોલમાં જણાવ્યું કે કંપનીએ અગાઉના ત્રિમાસિક ગાળામાં આશરે 34 યુનિટનું વેચાણ કર્યું હતું. ઓહરીએ રોકાણકારોને માહિતી આપી કે અમે આશરે 65 ટકા યુનિટનું વેચાણ કર્યું છે. હવે કિંમત રૂપિયા 1 લાખ પ્રતિ સ્કેવ ફુટથી વધારે મળે છે અને ઊંચી ઈમારતો પર તેની કિંમત રૂપિયા 1,20,000 પ્રતિ સ્કેર ફુટ (સુપર એરિયા પ્રમાણે)ની નજીક પહોંચી રહી છે. આ પ્રોજેક્ટની શરૂઆતી કિંમત રૂપિયા 100 કરોડથી વધારે છે અને હવે આશરે 25-30 ટકા બિઝનેસ ભારતના બાકી હિસ્સામાં અને વિદેશો (NRI)થી આવે છે.

ધનિકોને એપાર્ટમેન્ટ ખરીદવામાં રસ છે

DLF કહે છે કે ટિયર-2 શહેરોના 10 સૌથી ધનિક પરિવારો અહીં એપાર્ટમેન્ટ ખરીદવામાં રસ ધરાવે છે. અગાઉ DLF એ આ પ્રોજેક્ટમાં એક રહેણાંક ફ્લેટ ભારતીય ઉદ્યોગપતિ અને રોકાણકાર મધુસુદન મુરલીધર કેલાને ₹120.7 કરોડમાં વેચ્યો હતો. 

અલ્ટ્રા-લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ

ડીએલએફ ધ દહલિયાસ એ DLF લિમિટેડનો એક અલ્ટ્રા-લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે,જે હરિયાણાના ગુરુગ્રામના સેક્ટર 54 (ડીએલએફ ફેઝ 5)માં ગોલ્ફ કોર્સ રોડ પર સ્થિત છે. આશરે 16.5 થી 17 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં નવ હાઇ-રાઇઝ ટાવર્સનો સમાવેશ થાય છે, જેમાં કુલ 421 જગ્યા ધરાવતા ઘરો અને પેન્ટહાઉસ છે.

ચારેય બાજુ ફેલાયેલી છે હરિયાળી

આ ગુરુગ્રામના સેક્ટર 54, ગોલ્ફ કોર્સ રોડ, ગુરુગ્રામ(DLF ફેઝ 5)માં છે. તેમાં ખૂબ જ મોટા 4 BHK અને 5 BHK યુનિટ્સ તથા શાનદાર પેંટહાઉસ છે. આ સાથે જ આ એક મોટું એક્સક્લુઝીવ ક્લબહાઉસ, ચારેય બાજુ ફેલાયેલ હરિયાળી અને પ્રાઈવેટ લક્ઝરીનો નજારો જોવા મળે છે.