ટ્રમ્પની હાર થતા અબજોપતિની યાદીમાં મોટી ઉથલ-પાથલ, ઈલોન મસ્કને લાગ્યો રૂપિયા 7.53 લાખ કરોડનો ઝાટકો, અનેક દિગ્ગજ ટોપ-10માંથી બહાર

World Top 10 Billionaires:અમેરિકાના મિડટર્મ ઈલેક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર અને ડેમોક્રેટિક પાર્ટીની હારની અસર અબજપતિની સંપત્તિ પર અસર જોવા મળી છે. બ્લૂમબર્ગ બિલિયનેયર્સ યાદીમાં મોટી ઉથલ-પાથલ સર્જાઈ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 06 Nov 2026 07:53 AM (IST)Updated: Fri, 06 Nov 2026 07:59 AM (IST)
major-shakeup-in-the-billionaire-list-following-trumps-defeat-elon-musk-suffers-a-blow-of-rs-753-lakh-crore

World Top 10 Billionaires:અમેરિકાના મિડટર્મ ઈલેક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર અને ડેમોક્રેટિક પાર્ટીની હારની અસર અબજપતિની સંપત્તિ પર અસર જોવા મળી છે. બ્લૂમબર્ગ બિલિયનેયર્સ યાદીમાં મોટી ઉથલ-પાથલ સર્જાઈ છે.

ઈલોન મસ્કની સંપતિ 79.7 અબજ ડોલર

વિશ્વના સૌથી સમૃદ્ધ વ્યક્તિ ઈલોન મસ્કની સંપતિ 79.7 અબજ ડોલર એટલે કે આશરે રૂપિયા 753 લાખ કરોડ અને ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસનની સંપત્તિમાં 10.1 અબજ ડોલર એટલે કે આશરે રૂપિયા 95,400 કરોડનો ઘટાડો થયો છે.

જિમ વોલ્ટનની એન્ટ્રી થઈ

ગુરુવારે Nvidiaના CEO જેસન હુઆંગની સંપત્તિમાં 15.1 અબજ ડોલર એટલે કે આશરે રૂપિયા 1.43 લાખ કરોડનો ઘટાડો થયો હતો. તેમની કૂલ સંપત્તિ 150.9 અબજ ડોલર થઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેયર્સ ઈન્ડેક્સમાં ટોપ-10માંથી તેઓ બહાર થઈ ગયા છે. નવમાં સ્થાનથી ગગડીને 13માં સ્થાને પહોંચી ગયા છે. હવે વિશ્વના ટોપ-10 શ્રીમંતોની યાદીમાં જિમ વોલ્ટનની એન્ટ્રી થઈ છે. તેમણે હુઆંગનું સ્થાન લીધુ છે. વોલ્ટનની નેટવર્થ 155 અબજ ડોલર છે.

હવે 800 અબજ ડોલરથી પણ ઓછી થઈ

આ વર્ષે વિશ્વના સૌથી સમૃદ્ધ વ્યક્તિ ઈલોન મસ્કની સંપત્તિ હવે 800 અબજ ડોલરથી પણ ઓછી થઈ ગઈ છે. આ સમયે મસ્કની નેટવર્થ 785 અબજ ડોલર છે. ઈલોન મસ્કની સંપત્તિની મોટી હિસ્સેદારી ટેસ્લા અને સ્પેસએક્સના શેરોમાંથી આવે છે.

500 સૌથી સમૃદ્ધ લોકોની કૂલ સંપત્તિમાં ગુરુવારે 185 અબજ ડોલર

બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સમાં સામેલ વિશ્વના 500 સૌથી સમૃદ્ધ લોકોની કૂલ સંપત્તિમાં ગુરુવારે 185 અબજ ડોલર એટલે કે રૂપિયા 17.48 લાખ કરોડનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ પ્રમાણે વર્ષ 2012માં આ ઈન્ડેક્સ શરૂ થયા બાદ આ એક દિવસની 14મો સૌથી મોટો ઘટાડો રહ્યો છે.