LPG Gas Price Today | LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ (26 ઓગસ્ટ 2026): ભારતીય ઓઇલ કંપનીઓ (IOCL, BPCL, HPCL) દ્વારા આજે ઘરેલુ અને કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના નવા રેટ્સ જાહેર કરવામાં આવ્યા છે. ગ્રાહકો લાંબા સમયથી 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં ઘટાડાની અપેક્ષા રાખી રહ્યા છે. બીજી તરફ, વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેના સૈન્ય સંઘર્ષને કારણે ગેસ સપ્લાય ચેઇનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે, જેની સીધી અસર ભારતની આયાત નીતિ પર પડી છે. આવો જાણીએ આજના લેટેસ્ટ રેટ્સ અને ગેસ સપ્લાયની વર્તમાન સ્થિતિ.
શું આજે ઘરેલુ ગેસ સિલિન્ડર સસ્તું થયું છે?
ના, આજે બુધવારે ઘરેલુ રસોઈ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 14.2 કિલોના સિલિન્ડરના ભાવ યથાવત રહ્યા છે. છેલ્લે જૂન મહિનામાં ઓઇલ કંપનીઓએ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારથી દિલ્હીમાં તેની કિંમત 942 રૂપિયા પર સ્થિર છે. જોકે, વેપારી વર્ગ માટે સારા સમાચાર એ છે કે આ મહિનાની શરૂઆતમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરમાં 194 થી 200 રૂપિયાનો જંગી ઘટાડો કરવામાં આવ્યો હતો.
દેશના મુખ્ય મહાનગરોમાં આજના LPG સિલિન્ડરના ભાવ (26 ઓગસ્ટ 2026)
- દિલ્હી: 14.2 કિલો ઘરેલુ સિલિન્ડર: ₹942 | 19 કિલો કોમર્શિયલ સિલિન્ડર: ₹2738.00
- મુંબઈ: 14.2 કિલો ઘરેલુ સિલિન્ડર: ₹941.50 | 19 કિલો કોમર્શિયલ સિલિન્ડર: ₹2691.50
- ચેન્નાઈ: 14.2 કિલો ઘરેલુ સિલિન્ડર: ₹957.50 | 19 કિલો કોમર્શિયલ સિલિન્ડર: ₹2906.00
- કોલકાતા: 14.2 કિલો ઘરેલુ સિલિન્ડર: ₹968.00 | 19 કિલો કોમર્શિયલ સિલિન્ડર: ₹2872.50
- હૈદરાબાદ: 14.2 કિલો ઘરેલુ સિલિન્ડર: ₹994.00 | 19 કિલો કોમર્શિયલ સિલિન્ડર: ₹2985.00
ગુજરાતમાં આજના LPG સિલિન્ડરના લેટેસ્ટ રેટ્સ શું છે? (26 ઓગસ્ટ 2026)
- 5 કિલોગ્રામ (છોટું સિલિન્ડર): ₹352.00
- 14.2 કિલોગ્રામ (ઘરેલું વપરાશ): ₹949.00
- 19 કિલોગ્રામ (કોમર્શિયલ વપરાશ): ₹2758.00
- 47.5 કિલોગ્રામ (મોટા વ્યાપારી ગ્રાહકો માટે): ₹7378.00
ગુજરાતના મુખ્ય શહેરોમાં 14.2 કિલો ઘરેલુ ગેસના ભાવ (26 ઓગસ્ટ 2026)
- અમદાવાદ: ₹949.00
- ગાંધીનગર: ₹949.50
- વડોદરા: ₹948.00
- સુરત: ₹947.50
- રાજકોટ: ₹947.00
ભારતે મિડલ ઈસ્ટના બદલે અમેરિકાથી ગેસ આયાત કેમ વધારી?
અગાઉ ભારત પોતાની જરૂરિયાતના 90% રસોઈ ગેસ માટે મિડલ ઈસ્ટ પર નિર્ભર હતું. પરંતુ અમેરિકા અને ઈરાન વચ્ચેના સૈન્ય સંઘર્ષના કારણે મુખ્ય શિપિંગ રૂટ હોર્મુઝ (Strait of Hormuz) લાંબા સમય સુધી ખોરવાઈ જવાની આશંકા ઉભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે અમેરિકાના સ્પોટ માર્કેટમાંથી ગેસ ખરીદવાનું શરૂ કર્યું છે.
મેરીટાઇમ ઇન્ટેલિજન્સ ફર્મ Kplerના રિપોર્ટ અનુસાર, ભારતે જુલાઈમાં અમેરિકા પાસેથી 0.89 મિલિયન ટન અને ઓગસ્ટમાં 0.62 મિલિયન ટન LPG આયાત કરી છે. નોંધનીય છે કે ઓગસ્ટ મહિનામાં ભારતની કુલ LPG આયાતમાં અમેરિકાનો હિસ્સો 73% રહ્યો છે. બીજી તરફ, ખાડી દેશોમાંથી આવતો સપ્લાય ઘટી ગયો છે. ઓગસ્ટમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)માંથી માત્ર 1.40 લાખ ટન અને કતારમાંથી 60000 ટન ગેસ આવ્યો હતો. જ્યારે સાઉદી અરેબિયામાંથી જુલાઈ અને ઓગસ્ટ બંને મહિનામાં LPG ની આયાત શૂન્ય રહી હતી.
