LPG Gas Price Today: આજના LPG ગેસ સિલિન્ડરના ભાવ જાહેર; 16 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરી લેજો e-KYC

LPG Price Today 10 August 2026: 14 કિલો ઘરેલુ અને 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના આજના તાજા ભાવ જુઓ. ગુજરાત અને દેશના મુખ્ય શહેરોના દરો તથા e-KYC ની વિગતો જાણો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 10 Aug 2026 09:33 AM (IST)Updated: Mon, 10 Aug 2026 09:33 AM (IST)
lpg-price-today-august-10-2026-check-city-wise-domestic-and-commercial-gas-cylinder-rates-in-ahmedabad-surat-vadodara-rajkot-and-more

LPG Gas Price Today | LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ (10 ઓગસ્ટ 2026): દેશમાં મોંઘવારીના સમયમાં રસોઈ ગેસના ભાવ ગ્રાહકોના બજેટને સીધી અસર કરે છે. જો તમારા ઘરમાં પણ ગેસ સિલિન્ડર ખાલી થઈ ગયો છે અને તમે નવો સિલિન્ડર બુક કરાવવાનું વિચારી રહ્યા છો, તો બુકિંગ કરતા પહેલાં આજના તાજા ભાવ જાણી લેવા જરૂરી છે. દેશમાં આજે ઘરેલુ LPG સિલિન્ડર માટે ₹941થી ₹1,119 સુધી અને કમર્શિયલ ગેસ સિલિન્ડર માટે ₹2,691થી ₹3,376 સુધીની કિંમત ચૂકવવી પડી રહી છે. નોંધનીય છે કે, ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લો ફેરફાર 1 ઓગસ્ટે કરવામાં આવ્યો હતો, જ્યારે 19 કિલોના કમર્શિયલ સિલિન્ડરમાં આશરે ₹200નો ઘટાડો કરાયો હતો.

દેશના મુખ્ય મહાનગરોમાં LPG સિલિન્ડરના ભાવ (10 ઓગસ્ટ 2026)

મુખ્ય મહાનગરોમાં 14.2 કિલોગ્રામ ઘરેલુ અને 19 કિલોગ્રામ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ નીચે મુજબ છે:

  • દિલ્હી: ઘરેલુ: ₹942 | કોમર્શિયલ: ₹2,738.00
  • મુંબઈ: ઘરેલુ: ₹941.50 | કોમર્શિયલ: ₹2,691.50
  • ચેન્નાઈ: ઘરેલુ: ₹957.50 | કોમર્શિયલ: ₹2906.00
  • કોલકાતા: ઘરેલુ: ₹968.00 | કોમર્શિયલ: ₹2,872.50
  • હૈદરાબાદ: ઘરેલુ: ₹994.00 | કોમર્શિયલ: ₹2,985.00

ગુજરાતમાં આજના LPG સિલિન્ડરના લેટેસ્ટ રેટ્સ (10 ઓગસ્ટ 2026)

ગુજરાતમાં વિવિધ કેટેગરીના ગેસ સિલિન્ડરના દર નીચે મુજબ નોંધાયા છે:

  • 5 કિલોગ્રામ (છોટું સિલિન્ડર): ₹352.00
  • 14.2 કિલોગ્રામ (ઘરેલું વપરાશ): ₹949.00
  • 19 કિલોગ્રામ (કોમર્શિયલ વપરાશ): ₹2,758.00
  • 47.5 કિલોગ્રામ (વ્યાપારી ગ્રાહકો માટે): ₹7,378.00

ગુજરાતના મુખ્ય શહેરોમાં ઘરેલુ LPG ના ભાવ (10 ઓગસ્ટ 2026)

  • અમદાવાદ: ₹949.00
  • ગાંધીનગર: ₹949.50
  • વડોદરા: ₹948.00
  • સુરત: ₹947.50
  • રાજકોટ: ₹947.00

e-KYC પૂર્ણ નહીં કરો તો બંધ થઈ શકે છે સબસિડી?

ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે e-KYC કરાવવાની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. આ સમયમર્યાદા સુધીમાં જે ખાતાઓમાં e-KYC ની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય, તેમને મળતી ₹300 સુધીની સબસિડી બંધ થઈ શકે છે અને ગ્રાહકોએ માર્કેટ રેટ મુજબ જ સિલિન્ડર ખરીદવો પડશે.

મોબાઇલ ફોનથી e-KYC કરવાની સરળ રીત

  • મોબાઈલમાં Google Play Store પરથી તમારી ગેસ એજન્સી સંબંધિત એપ (જેમ કે IndianOil ONE, Hello BPCL, અથવા HP Pay) અને AadhaarFaceRD એપ ડાઉનલોડ કરો.
  • એપના પ્રોફાઇલ સેક્શનમાં જઈને re-KYC અથવા Aadhaar FaceID નો વિકલ્પ પસંદ કરો.
  • ફેસ સ્કેન કરીને પ્રક્રિયા પૂર્ણ કરો.