LPG Price Hike:ગેસ સિલેન્ડરની કિંમતમાં થયો વધારો, અમદાવાદથી લઈ દિલ્હી સુધી દિવાળી પહેલા લાગ્યો ઝાટકો

LPG Price Hike:દિવાળી અગાઉ મોંઘવારીનો મોટો ઝાટકો લાગી શકે છે. આજે 1લી નવેમ્બરથી દિલ્હીથી લઈ ચેન્નઈ અને અમદાવાદથી લઈ શિલોંગ સુધી કોમર્શિયલ LPG સિલેન્ડરની કિંમત વધી ગઈ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 01 Nov 2026 08:17 AM (IST)Updated: Sun, 01 Nov 2026 08:17 AM (IST)
lpg-price-hike-gas-cylinder-prices-increased-a-blow-dealt-from-ahmedabad-to-delhi-just-before-diwali
LPG Rule News

LPG Price Hike:દિવાળી અગાઉ મોંઘવારીનો મોટો ઝાટકો લાગી શકે છે. આજે 1લી નવેમ્બરથી દિલ્હીથી લઈ ચેન્નઈ અને અમદાવાદથી લઈ શિલોંગ સુધી કોમર્શિયલ LPG સિલેન્ડરની કિંમત વધી ગઈ છે. બેન્ચમાર્ક દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર રૂપિયા 2810ને બદલે હવે રૂપિયા 2820 થઈ ગયા છે. જોકે 14.2 કિલોના ઘરેલુ રસોઈ ગેસ રૂપિયા 942 પર ટક્યાં છે.

અમદાવાદમાં ઘરેલુ ગેસના ભાવ

અમદાવાદમાં કોમર્શિયલ સિલેન્ડરનો ભાવ હવે રૂપિયા 2842 થયો છે,જે અગાઉ રૂપિયા 2,831.50 હતો. આ સિલેન્ડર રૂપિયા 10.5 મોંઘો થયો છે. અમદાવાદમાં ઘરેલુ સિલેન્ડર રૂપિયા 949 પર સ્થિર છે.
ચેન્નઈમાં કોમર્શિયલ સિલેન્ડર આજથી રૂપિયા 2994.50 થયો છે. ઓક્ટોબરમાં તે રૂપિયા 2983 હતો. અહીં ગેસ સિલેન્ડર રૂપિયા 11.50 મોંઘો થયો છે. ઘરેલુ સિલેન્ડરની કિંમત રૂપિયા 957.5 છે. મુંબઈમાં કોમર્શિયલ રૂપિયા 2764 અને ઘરેલુ અત્યારે રૂપિયા 941.5 છે.

વર્ષ 2014થી 2026 સુધી કોમર્શિયલ સિલેન્ડરના ભાવમાં ફેરફાર

હોટેલો, રેસ્ટોરન્ટ અને ઢાબામાં ઉપયોગ કરવામાં આવતા 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલેન્ડરની કિંમતમાં છેલ્લા 12 વર્ષમાં ભારે વધઘટ જોવા મળી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની માહિતી પ્રમાણે નવેમ્બર 2014માં દિલ્હીમાં 19 કિલો સિલેન્ડરની કિંમત રૂપિયા 1449 હતો. નવેમ્બરમાં તે રૂપિયા 1,590.50 હતો.જોકે નવેમ્બર 2026માં તે રૂપિયા 2820 પહોંચી ગયો છે.