LPG Gas Price Hike: સપ્ટેમ્બરના પહેલા દિવસે મોંઘવારીનો ફટકો! LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

LPG Gas Cylinder Price Hike: આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 11.50 રૂપિયા સુધીનો વધારો થયો છે. જાણો દિલ્હી, મુંબઈ સહિતના શહેરોના નવા ભાવ અને તેની અસર.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 01 Sep 2026 07:10 AM (IST)Updated: Tue, 01 Sep 2026 07:10 AM (IST)
lpg-gas-price-hike-check-city-wise-domestic-and-commercial-gas-cylinder-rates-in-ahmedabad-surat-vadodara-rajkot-and-more

LPG Gas Cylinder Price Hike: સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ દેશની જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ પડ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા 1 સપ્ટેમ્બર 2026 થી 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે, સામાન્ય જનતા માટે રાહતના સમાચાર એ છે કે 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કેટલો વધારો થયો?

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ના ડેટા અનુસાર, 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સરેરાશ 11.50 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. આ ભાવ વધારા બાદ નવી કિંમતો 1 સપ્ટેમ્બરથી જ દેશભરમાં લાગુ થઈ ગઈ છે. અલગ-અલગ રાજ્યોના લોકલ ટેક્સના આધારે કિંમતોમાં થોડો તફાવત જોવા મળી શકે છે.

દેશના મુખ્ય શહેરોમાં નવી કિંમતો શું છે?

નવા ભાવ વધારા બાદ મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સ્થિતિ નીચે મુજબ છે:

શહેર નવી કિંમત (₹) જૂની કિંમત (₹) તફાવત (₹)
દિલ્હી 2747.5 2738 9.50 નો વધારો
કોલકાતા 2884 2872.5 11.50 નો વધારો
મુંબઈ 2701 2691.5 9.50 નો વધારો
ચેન્નાઈ 2916.5 2906 10.50 નો વધારો
અમદાવાદ 2768 2,758 10 નો વધારો

ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં

ઘરેલુ ગ્રાહકો માટે સારા સમાચાર એ છે કે 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.

ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ (1 સપ્ટેમ્બર, 2026)

  • અમદાવાદ: ₹949.00
  • દિલ્હી: ₹942.00
  • મુંબઈ: ₹941.50
  • કોલકાતા: ₹968.00
  • ચેન્નાઈ: ₹957.50

નાના સિલિન્ડરોની કિંમત પર કોઈ મોટી અસર થઈ નથી

  • 5 કિલો અને 10 કિલોના સિલિન્ડર: ભાવમાં કોઈ વધારો નહીં.
  • 5 કિલોનો 'છોટુ' LPG સિલિન્ડર: કિંમત 349.50 રૂપિયા પર યથાવત.
  • XTRALITE સિલિન્ડર: કિંમત 339 રૂપિયા પર યથાવત.

જોકે, 5 કિલોના નોન-ડૉમેસ્ટિક (કોમર્શિયલ) સિલિન્ડરની કિંમતમાં 2 રૂપિયાનો મામૂલી વધારો થયો છે, જેથી તેની કિંમત 762 રૂપિયાથી વધીને 764 રૂપિયા થઈ છે.

સામાન્ય જનતા પર આ ભાવ વધારાની શું અસર થશે?

કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ મુખ્યત્વે હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ વ્યવસાયમાં થાય છે. તેના ભાવ વધવાથી રેસ્ટોરન્ટ સંચાલકોનો રોજિંદો ખર્ચ વધશે. પરિણામે, આગામી દિવસોમાં બહાર મળતા ચા, નાસ્તો, જમવાની થાળી અને લગ્ન પ્રસંગોનું કેટરિંગ મોંઘુ થઈ શકે છે, જેની સીધી આડકતરી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.