LPG Cylinder Connection: જો તમે આ કામ ફટાફટ નહીં કરો તો તમારું LPG કનેક્શન બંધ થઈ શકે છે, આ નિયમમાં થયો મોટો ફેરફાર

સરકારનું કહેવું છે કે જો તમારી પાસે LPG ગેસ સિલેન્ડરનું કનેક્શન છે અને તમારા ઘરે અથવા ઘરની આજુબાજુ PLG પાઈપલાઈન કનેક્શન છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 02 May 2026 04:30 PM (IST)Updated: Sat, 02 May 2026 04:30 PM (IST)
lpg-cylinder-connectionif-you-do-not-do-this-work-quickly-your-lpg-connection-may-be-closed-a-major-changed-in-this-rule

LPG Cylinder Connection: વેસ્ટ એશિયામાં જે યુદ્ધની સ્થિતિ પ્રવર્તિ રહેલી છે તેને લીધે મધ્ય પૂર્વમાંથી આવતા ગેસ અને ક્રુડ ઓઈલની આયાતને માઠી અસર થઈ છે. તેને લીધે ભારતમાં ગેસની કિંમતોમાં તીવ્ર ઉછાળો આવ્યો છે અને તેની એકંદરે અનેક મોરચે અસર જોવા મળી રહ્યું છે. આ સંજોગોમાં સરકારે LPG બૂકિંગ અને ડિસ્ટ્રીબ્યુશનને લઈ કેટલાક નિયમોને કડક કર્યાં છે, જે 1લી મેથી દેશભરમાં લાગુ થયા છે.

આ દરમિયાન એક નિયમ ડબલ ગેસ કનેક્શનને લઈ છે. સરકારનું કહેવું છે કે જો તમારી પાસે LPG ગેસ સિલેન્ડરનું કનેક્શન છે અે તમારા ઘરે અથવા ઘરની આજુબાજુ PLG પાઈપલાઈન કનેક્શન છે. તો તમારે LPG સિલેન્ડરને સરેન્ડર કરવું પડશે. જો તમે એવું નથી નહીં કરો તો ઓઈલ કંપનીઓ તરફથી ગેસનો સપ્લાઈ જશે નહીં.

આ સાથે તમારે ફક્ત KYC ગાઈડલાઈનનું પણ પાલન કરવું પડશે, KYC વગર પણ સિલેન્ડર રિફીલ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

આ કારણથી અનેક પરિવારો માટે 1લી મેથી સબસિડી ધરાવતા ગેસ સિલેન્ડરો સુધી પહોંચ ખતમ થઈ જશે. ઓઈલ કંપનીઓ દ્વારા લાગૂ કરવામાં આવેલ નવા નિયમોનો ઉદ્દેશ ડુપ્લિકેટ કનેક્શન, સબસિડી ધરાવતા સિલેન્ડરોના દુરુપયોગ તથા નિષ્ક્રીય ખાતા પર અંકુશ લગાવવાનો છે.

ઈ-KYC વેરિફિકેશન
જો તમારી પાસે પણ LPG કનેક્શન છે તો તમારા આધાર આધારિત E-KYC વેરિફિકેશનને લગતી કામગીરી ફટાફટ પૂરી કરી લેવી જોઈએ. જે ગ્રાહકોના આધાર કાર્ડ વેરિફિકેશન અધુરું છે તેમણે વેરિફિકેશન પૂરું કરી લેવું અન્યથા સિલેન્ડરની ડિલીવરી નહીં મળી શકે. અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે જે ગ્રાહકોએ અગાઉ ઓથેન્ટિફિકેશન પૂરું કરી લીધુ છે તેમણે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાની કોઈ જરૂર નથી.

આ ઉપરાંત આ સેક્ટરમાં OTP આધારિત ડિલીવરી ફરજિયાત થઈ રહી છે. ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ડિલિવરીની ખરાઈ કરતા કોડ મળશે, તથા OTP વેરિફિકેશન બાદ જ સિલેન્ડર આપવામાં આવશે. સૌથી ખાસ વાત એ છે કે ઓઈલ કંપનીઓ ઘરેલુ સિલેન્ડરોની જમાખોરી તથા વ્યવાયિક રીતે થતી પ્રવૃત્તિઓને ઓછી કરવાના પ્રયત્નના ભાગરૂપે બુકિંગ વચ્ચે લઘુતમ અંતરને વધારવામાં આવ્યું છે.