Jio vs Airtel: શું તમે પણ Jio કે Airtel સિમ કાર્ડ વાપરો છો અને એક મહિનાનો સસ્તો પ્લાન શોધી રહ્યા છો? તો તમને જણાવી દઈએ કે, આ બંને ટેલિકોમ કંપનીઓ એક મહિના માટે બેસ્ટ પ્રીપેડ પ્લાન ઓફર કરી રહી છે. જેમાં તમને 28 નહીં પણ પુરેપુરા 30 દિવસની વેલિડિટી મળશે.
આ સાથે જ બન્ને પ્લાન દરરોજ 1.5GB હાઇ-સ્પીડ ડેટા અને અનલિમિટેડ કોલિંગ ઓફર કરે છે. આ પ્લાન અન્ય ઘણા ફાયદા પણ આપે છે. ચાલો તેમના વિશે વધુ જાણીએ.
Jioનો 319 રૂપિયાનો પ્રી-પેડ પ્લાન
Jioના આ રૂ. 319ના પ્રીપેડ પ્લાનમાં દરરોજ દોઢ જીબી હાઇ-સ્પીડ ડેટા મળે છે. આ સાથે અનલિમિટેડ વોઇસ કોલ , 100 SMS અને 30 દિવસની કુલ વેલિડિટી પણ આપે છે . આ પ્લાનમાં Jio ટીવી , Jio સિનેમા અને Jio ક્લાઉડ જેવી એપ્સ ફ્રી વાપરવા માટે મળશે.
Airtelનો 319 રૂપિયાનો પ્રી-પેડ પ્લાન
એરટેલના આ પ્લાનમાં અગાઉ દરરોજ 2GB ડેટા વાપરવા મળતા હતા, પરંતુ કંપનીએ ઓગસ્ટ 2025 બાદ ડેટા લિમિટ ઘટાડીને દોઢ જીબી કરી દીધી છે.આ પ્લાનમાં અનલિમિટેડ વૉઈસ કોલ્સ, ડેઈલી 100 SMS તેમજ 30 દિવસની વેલિડિટી મળશે.
ક્યા યુઝર્સ માટે બેસ્ટ છે આ પ્લાન?
જો તમે આખા દિવસ દરમિયાન ઈન્ટરનેટનો ખૂબ જ ઓછો ઉપયોગ કરો છો. જેમ કે, સોશિયલ મીડિયા, વ્હોટ્સએપ, સામાન્ય બ્રાઉઝીંગ તો તમારા માટે દોઢ જીબી નેટ પુરુતં છે. કૉલિંગ અને SMSની વધારે જરૂર પડતી હોય, તેવા યુઝર્સ માટે આ પ્લાન એકદમ બેસ્ટ છે, કારણ કે તેમાં અનલિમિટેડ કૉલિંગની સાથે-સાથે દરરોજ 100 SMSની સુવિધા મળી રહી છે. જો તમે દરરોજ વીડિયો સ્ટ્રીમિંગ, હાઈ ડેટા ગેમિંગ કે હેવી ફાઈલ ડાઉનલોડ કરતા હોવ, તો તમારો ડેટા કદાચ ખૂટી પડી શકે છે.
