BSNL Student Special Rechage Plan: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ના પોર્ટફોલિયોમાં અનેક સસ્તા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. જેમાં યુઝર્સને અનલિમિટેડ કૉલિંગ, ડેટા સહિત અઢળક બેનિફિટ્સ મળે છે. જો કે BSNL દ્વારા હાલમાં જ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એક સસ્તા પ્લાનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં યુઝર્સને અનલિમિટેડ કૉલિંગની સાથે-સાથે 100 GB ડેટા એક્સેસ મળે છે.
BSNLનો આ પ્લાન માત્ર 251 રૂપિયામાં આવે છે. કંપનીએ પોતાના સત્તાવાર X હેન્ડલ પર આ પ્રી-પેઈડ પ્લાનની જાણકારી આપી છે. સ્ટૂડન્ટ્સ માટે લૉન્ચ કરવામાં આવેલા આ સ્પેશિયલ પ્લાનમાં યુઝર્સને 28 દિવસ સુધીની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યુઝર્સ સમગ્ર ભારતભરમાં અનલિમિટેડ કૉલિંગ અને ફ્રી નેશનલ રોમિંગનો લાભ ઉઠાવી શકે છે.
Students, upgrade your study routine with the BSNL ₹251 Student Special Plan!
— BSNL India (@BSNLCorporate) November 24, 2025
Get Unlimited Calls, 100GB Data & 100 SMS/Day for straight 28 days of validity.
Offer valid till 13 Dec, 2025.
Now recharge via BReX: https://t.co/41wNbHpQ5c
#BSNLLearnersPlan #DigitalIndia pic.twitter.com/74wM60Zpki
આ સિવાય આ પ્લાનમાં ડેઈલી 100 ફ્રી SMS અને 100 GB હાઈસ્પીડ ડેટા વાપરવા મળે છે. આ પ્લાનમાં મળનારા ઈન્ટરનેટ ડેટાના ઉપયોગ માટે કોઈ ડેઈલી લિમિટ સેટ નથી કરવામાં આવી. જેનો વિદ્યાર્થીઓ ફાયદો ઉઠાવી શકે છે.
જો કે BSNL દ્વારા પોતાના આ સસ્તા રિચાર્જ પ્લાન માટે ડેડલાઈન નક્કી કરવામાં આવી છે. જો યુઝર્સ આ પ્લાનનો પુરો ફાયદો લેવા માંગતા હોય, તો તેમણે 13 ડિસેમ્બર, 2025 સુધીમાં રૂ. 251નું રિચાર્જ કરાવવું પડશે.
BSNLનો આ પ્લાન અન્ય ખાનગી કંપનીઓની સરખામણીમાં ઘણો સસ્તો છે. જેમાં યુઝર્સને અઢળક ફાયદા મળે છે. આ પ્લાનમાં યુઝર્સને BiTV પણ ઑફર કરે છે. જેમાં યુઝર્સને 350થી વધુ ફ્રી ટીવીનો એક્સેસ મળે છે. આ સાથે જ અનેક OTT એપ્સનો લાભ પણ મળે છે.
જો યુઝર્સે વધારાના 151 રૂપિયાનું રિચાર્જ કરાવશે, તો તેઓ BiTVના પ્રીમિયમ પ્લાનનો લાભ ઉઠાવી શકશે. જેમાં 450થી વધુ લાઈવ ટીવી ચેનલ્સ તેમજ OTT એપ્સનું એક્સેસ મળે છે.
