Jio Platforms Q2 Results:જિયો પ્લેટફોર્મે શેરબજારમાં લિસ્ટીંગ બાદપ્રથમ વખત ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યાં છે. કંપનીની કૂલ આવક વાર્ષિક ધોરણે 11.3 ટકા વધી રૂપિયા 47,485 કરોડ થઈ છે. કંપનીની આવકને નવા સબ્સ્ક્રાઈબર્સ ઉમરવા, પ્રતિ યુઝર સરેરાશ કમાણી(ARPU)માં વધારો થયો છે.કંપનીની EBITDA પણ વાર્ષિક અને ત્રિમાસિક ધોરણે વધી છે. જ્યારે કંપનીના કૂલ સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા વધીને 54.2 કરોડ થયા છે.
આવકમાં પણ થયો વધારો
Jio Platformsની ગ્રોસ રેવેન્યુ ત્રિમાસિક ધોરણે રૂપિયા 45,961 કરોડથી વધી રૂપિયા 47,485 કરોડ થઈ છે. વાર્ષિક ધોરણે પણ તેમાં વધારો થયો છે. ગયા વર્ષની સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીની કૂલ આવક રૂપિયા 42,652 કરોડ થઈ હતી.
કંપનીની સંચાલકીય આવક ગત ત્રિમાસિક ગાળાના રૂપિયા 39,173 કરોડથી વધી રૂપિયા 40,475 કરોડ થઈ છે. વાર્ષિક ધોરણે સંચાલકીય આવક રૂપિયા 36,332 કરોડથી વધીને રૂપિયા 40,475 કરોડ થઈ છે.
EBITDAમાં પણ નોંધપાત્ર વધારો થયો
Jio Platformsના EBITDA ત્રિમાસિક ધોરણે રૂપિયા 20,865 કરોડથી વધી રૂપિયા 21,879 કરોડ થઈ છે. વાર્ષિક ધોરણે EBITDAમાં વધારો થયો છે. ગયા વર્ષની સમાન અવધિમાં તે રૂપિયા 18,757 કરોડ હતી.Jio પ્લેટફોર્મ્સના કૂલ સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા વધીને 54.2 કરોડ થઈ છે. ગત ત્રિમાસિક ગાળામાં તે 53.33 કરોડ અને અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 50.64 કરોડ થયા હતા.
કંપનીએ 5G અને બ્રોડબેન્ડના ક્ષેત્રમાં બે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. Jio Platformsના 5G સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા 30 કરોડ અને બ્રોડબેંડ સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા 30 મિલિયનના આંકડાને પાર થઈ છે.
