Jio Gemini Pro Plan: Jioએ AI ઑફરને અપગ્રેડ કરી, હવે તમામ અનલિમિટેડ 5G યુઝર્સને Gemini 3નું ફ્રી એક્સેસ મળશે

મોટાભાગે Gemini AI Pro પ્લાનની કિંમત 35,100 રૂપિયા જેટલી થાય છે. જેનો મતલબ આ પ્લાન અંતર્ગત આવતા એલિજિબલ યુઝર્સને 35,100નો ફાયદો જ ફાયદો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 19 Nov 2025 09:57 PM (IST)Updated: Wed, 19 Nov 2025 09:57 PM (IST)
jio-free-google-gemini-pro-plan-offer-upgrade-how-to-get-gemini-3
HIGHLIGHTS
  • રિલાયન્સ Jioએ ગૂગલ સાથે AI પાર્ટનરશિપ કરી છે
  • Gemini AI Proનું 18 મહિના માટે ફ્રી સબસ્ક્રીપ્શન

Jio Gemini Pro Plan: જો તમે પણ Jioના 5G યુઝર્સ છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે તમે AI મૉડલ Gemini 3નો ફ્રીમાં ઉપયોગ કરી શકો છે. હકીકતમાં દેશની ટોપ ટેલિકોમ કંપની રિલાયન્સ Jioએ પોતાના Jio Gemini Pro Planને અપગ્રેડ કરી દીધો છે. જેના પરિણામે હવે યુઝર્સને જેમિની 3નો એક્સેસ ફ્રીમાં મળશે.

ખાનગી ટેલિકૉમ કંપની રિલાયન્સ Jioએ તાજેતરમાં જ ગૂગલ સાથે AI પાર્ટનરશિપ કરી હતી. જે અંતર્ગત કંપની તમામ એલિજિબલ યુઝર્સને 18 મહિના માટે ફ્રી Gemini AI Proનું સબસ્ક્રીપ્શન આપી રહી છે. એવામાં Geminiનું નવું મૉડલ જેમિની 3ના લોન્ચ થયા બાદ હવે કંપની યુઝર્સ માટે Gemini 3નું એક્સેસ પણ એડ કરી દીધુ છે.

અગાઉ Jio યુઝર્સને Gemini 2.5 Proનું એક્સેસ મળતું હતુ. આ સાથે જ તેનો લાભ માત્ર 18 થી 25 વર્ષની વયજૂથ ધરાવતા અનલિમિટેડ 5G યુઝર્સ જ લઈ શકતા હતા. જો કે હવે કંપનીએ આ ઑફરને તમામ 5G યુઝર્સ માટે જારી કરી દીધી છે. આ સાથે જ ગુગલનું લેટેસ્ટ અને સૌથી એડવાન્સ Gemini 3 AI મૉડલ પણ ઑફરમાં સાંકળી લીધુ છે. જેનાથી યુઝર્સને હવે AIનો વધારે શાનદાર એક્સ્પિરિયન્સ મળશે.

naidunia_image

આ મામલે કંપનીએ જણાવ્યું કે, તમામ Jio અનલિમિટેડ 5G યુઝર્સ 18 મહિના સુધી Gemini Pro Planનો ફ્રી લાભ ઉઠાવી શકશે. જેની કિંમત 35,100 રૂપિયા રાખવામાં આવી છે. આ સુવિધા આજથી Jioના તમામ યુઝર્સ માટે શરૂ કરી દેવામાં આવી છે.

  • Jio Gemini Pro Plan એક્ટિવ કરાવવા માટે તમારે MyJio એપ પર જવું પડશે.
  • જ્યાં Jio Gemini Pro Plan માટે Claim Now ઑપ્શન પર ક્લિક કરો
  • Google એકાઉન્ટ થકી સાઈન ઈન કરો
  • આમ કરવાથી તમારો Jio Gemini Pro Plan એક્ટિવ થઈ જશે અને તમે 18 મહિના સુધી ફ્રીમાં એડવાન્સ જેમિનીનો ઉપયોગ કરી શકશો.

Jio Gemini Pro Plan ઑફરનો ફાયદો મેળવવા માટે તમારે 349 રૂપિયા કે તેથી વધારાના પ્લાનનું તમારા નંબર પર રિચાર્જ કરાવવું પડશે.