ટાટા વિવાદમાં જિમી ટાટાની થઈ એન્ટ્રી;ચંદ્રશેખરન અને RBIના નિર્ણયને આપ્યું પોતાનું સમર્થન

ટાટા ગ્રુપને લઈ મહત્વનું અપડેટ સામે આવ્યું છે. રતન ટાટાના નાના ભાઈ અને સર રતન ટાટા ટ્રસ્ટ (SRTT)ના સૌથી લાંબા સમય સુધી ટ્રસ્ટી તરીકે રહેલા જિમી નવલ ટાટાએ ટાટા ગ્રુપમાં ચાલતા વિવાદ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 16 Nov 2026 10:15 AM (IST)Updated: Mon, 16 Nov 2026 10:19 AM (IST)
jimmy-tata-enters-the-tata-dispute-extends-his-support-to-the-decisions-of-chandrasekaran-and-the-rbi

Jimmy Tata News:ટાટા ગ્રુપને લઈ મહત્વનું અપડેટ સામે આવ્યું છે. રતન ટાટાના નાના ભાઈ અને સર રતન ટાટા ટ્રસ્ટ (SRTT)ના સૌથી લાંબા સમય સુધી ટ્રસ્ટી તરીકે રહેલા જિમી નવલ ટાટાએ ટાટા ગ્રુપમાં ચાલતા વિવાદ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.

નોન-બેન્કિંગ ફાયનાન્સિંગ કંપનીઓ(NBFCs)

આ સાથે જીમીએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના તે વલણનું પણ સમર્થન કર્યું છે કે જેમાં ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સને અપર-લેયર એટલે કે નોન-બેન્કિંગ ફાયનાન્સિંગ કંપનીઓ(NBFCs) પર લાગુ થનારી લિસ્ટીંગ સંબંધિત શરતોનું પાલન કરવામાં આવવું જોઈએ.

નોએલ ટાટા સન્સ લિસ્ટીંગ મુદ્દો

અલબત તેમના ભાઈ નોએલ ટાટાનું વલણ આ બન્ને પક્ષકારોમાં જિમીથી તદ્દન વિપરીત છે. નોએલ ટાટા સન્સ લિસ્ટીંગ ઈચ્છતા નથી. આ સાથે જ તેઓ ચંદ્રશેખરનના ત્રીજા કાર્યકાળનો પણ વિરોધ કરી ચુક્યા છે.

 85 વર્ષના જીમી પુણેમાં રહે છે

અત્રે ઉલ્લેખનીય છે કે 85 વર્ષના જીમી પુણેમાં રહે છે. અને તેમણે ટાટા ટ્રસ્ટ્સની બેઠકમાં ક્યારેક જ ભાગ લીધો હશે અથવા મતદાન કર્યું હશે. તેમણે એક સાથી ટ્રસ્ટી સાથે વાતચીતમાં પોતાના વિચારો રજૂ કર્યાં હતા. આ સાથે મીડિયા અહેવાલ પ્રમાણે તેમણે ટાટા ટ્રસ્ટ્સની કામગીરી અને ગવર્નન્સને લઈ પોતાના વિચારો રજૂ કરેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ટાટા અને જહાંગીર ટાટા ટ્રસ્ટના સૌથી શાંત અને ખૂબ ઓછા ચર્ચામાં રહેતા ટ્રસ્ટી રહ્યા છે. ટાટા ગ્રુપના નિયંત્રણને લઈ ચાલી રહેલા વિવાદ અંગે તેમણે અત્યાર સુધી કોઈ પ્રકારના અભિપ્રાય કે વિચારો રજૂ કર્યાં ન હતા. જિમી ટાટા વર્ષ 1989થી સર રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. જેઓ ત્રણ કાયમી ટ્રસ્ટીઓ પૈકી એક છે અને અન્ય બે કાયમી ટ્રસ્ટી નોએલ ટાટા અને જહાંગીર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રતન ટાટાની વિદાય બાદ ટાટા ગ્રુપનો વિવાદ સતત ચર્ચામાં રહ્યો છે અને તેેને લીધે ગ્રુપને લઈ વ્યાપક મુશ્કેલીનું સર્જન થયું છે.