ITC Price Hike:ITC કંપનીએ Gold Flake સિગારેટની કિંમતમાં કર્યો ભાવ વધારો, પેકેટની કિંમત રૂપિયા 10 વધી રૂપિયા 135 થઈ

ITC Price Hike:સિગારેટની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. ITC કંપની દ્વારા તેની લોકપ્રિય બ્રાન્ડ Gold Flake RSFT (69 mm)ની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ તેના એક પેકેટની કિંમતમાં રૂપિયા 10 વધારો કરવામાં આવ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 12 Nov 2026 08:32 AM (IST)Updated: Thu, 12 Nov 2026 08:32 AM (IST)
itc-has-increased-the-price-of-gold-flake-cigarettes

ITC Price Hike:સિગારેટની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. ITC કંપની દ્વારા તેની લોકપ્રિય બ્રાન્ડ Gold Flake RSFT (69 mm)ની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ તેના એક પેકેટની કિંમતમાં રૂપિયા 10 વધારો કરવામાં આવ્યો છે. કિંમતોમાં આ વધારો કરવામાં આવ્યા બાદ Gold Flake RSFT પેકેટ હવે રૂપિયા 125 ને બદલે રૂપિયા 135 ઉપલબ્ધ બનશે.

Gold Flake RSFTની કિંમતમાં રૂપિયા 10 વધારો એ આશરે 8 ટકા જેટલો છે. કિંમતોમાં ફેરફાર બાદ આ બ્રાન્ડના ગ્રાહકોના ખિસ્સા પર વધારાનો બોજ પડશે.1લી ફેબ્રુઆરી 2026થી લાગુ 40 ટકા GST અને એક્સાઈઝ ડ્યુટીમાં વધારા બાદ સિગારેટ પ્રોડક્ટ્સની કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.સિગારેટની કિંમતોમાં આ વધારો સરકાર તરફથી તંમાકુ ઉત્પાદનો પર ટેક્સમાં કરવામાં આવેલ ફેરફાર એ તેની પાછળનું કારણ માનવામાં આવે છે.

1 ફેબ્રુઆરી 2026થી સિગારેટ પર 40 ટકા GST અને એક્સ્ટ્રા એક્સાઈઝ ડ્યુટીના નવા દરો લાગુ થયા હતા. ત્યારબાદ કંપનીઓ પર ટેક્સનો બોજ વધ્યો છે. તેને લીધે ITC વિવિધ બ્રાન્ડની કિંમતોમાં ફેરફાર કરી રહી છે.

અત્રે નોંધનીય છે કે ગોલ્ડ ફ્લેક પ્રીમિયમ ઉપરાંત ITC એ તેની અન્ય બ્રાન્ડ્સના ભાવમાં પણ વધારો કર્યો છે. સપ્ટેમ્બરમાં ગોલ્ડ ફ્લેક સુપરસ્ટારના 10 સિગારેટના પેકની કિંમત ₹79 થી વધારીને ₹89 કરવામાં આવી હતી. ક્લાસિક કનેક્ટના 20 સિગારેટના પેકની કિંમત ₹390 થી વધારીને ₹428 કરવામાં આવી હતી.