ETF Gold Return:ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (Gold ETF)માં રોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં વધુ પ્રમાણમાં રોકાણ કર્યું છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા(AMFI)ની આંકડાકીય માહિતી પ્રમાણે સપ્ટેમ્બરમાં ગોલ્ડ ETFમાં રૂપિયા 4,451 કરોડનું રોકાણ આવ્યું હતું. જે ઓગસ્ટના રૂપિયા 2,597 કરોડની તુલનામાં 71.4 ટકા વધારે છે.વર્તમાન સમયમાં Gold ETFમાં કોઈ એક મહિનામાં આવેલું આ સૌથી વધારે રોકાણ છે.
સપ્ટેમ્બરના અંત ભાગમાં Gold ETFની એસેટ અંડર મેનેજમેન્ટ(AUM) રૂપિયા 1.86 લાખ કરોડ રહ્યું છે, જે તાજેતરના સમયમાં રેકોર્ડ સ્તરની નજીક છે. જ્યારે Silver ETFમાં પણ રોકાણકારો સતત રસ કેળવી રહ્યા છે. સપ્ટેમ્બરમાં Silver ETFમાં રૂપિયા 1,974 કરોડ રોકાણ આવ્યું હતું.બજારમાં Gold ETFમાં રોકાણ ઓગસ્ટ મહિનામાં ખૂબ જ વધારે રહ્યું છે. આ દરમિયાન ઈક્વિટી ETFમાં પણ મજબૂત રોકાણ જોવા મળ્યું અને તેમાં રૂપિયા 9,960 કરોડનું રોકાણ આવ્યું છે.
શેરબજારમાં મંદીને લીધે Gold ETFમાં રોકાણ વધ્યું
ગોલ્ડ ETFમાં રોકાણ વધવા પાછળ શેરબજારમાં જે મંદીનો માહોલ છે તે જવાબદાર છે. ડેટ માર્કેટમાં અનિશ્ચિતતતાને લીધે સુરક્ષિત રોકાણનો વિકલ્પને લઈ માંગ વધી રહી છે.Gold ETF રોકાણકારોને સોનાના ભાવમાં થતી વધઘટનો લાભ એક્સચેન્જ-ટ્રેડેડ યુનિટ્સ દ્વારા મેળવવાની મંજૂરી આપે છે, ભૌતિક સોનું ખરીદવા અને સંગ્રહ કરવાની જરૂર વગર. જોકે તેમના ભાવ સોનાના બજાર ભાવ સાથે વધઘટ થઈ શકે છે અને વળતરની ખાતરી આપવામાં આવતી નથી.
