Intel Stock Crash:એક ઝાટકે ઈન્ટેલના રૂપિયા 13 લાખ કરોડ ડૂબી ગયા, US સરકારને પણ લાગ્યો એક લાખ કરોડનો ઝાટકો

અમેરિકાની ચિપ ઉત્પાદક કંપની Intelના શેરોમાં શુક્રવારના રોજ ભારે વેચવાલી જોવા મળી છે. કંપનીના નબળા બિઝનેસ અનુમાન અને AI ચિંતાએ રોકાણકારોને નિરાશ કર્યાં છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 31 Oct 2026 12:02 PM (IST)Updated: Sat, 31 Oct 2026 12:02 PM (IST)
intel-lost-rs-13-lakh-crore-in-a-single-stroke-us-government-also-took-hit-of-rs-1-lakh-crore

Intel Stock Crash:અમેરિકાની ચિપ ઉત્પાદક કંપની Intelના શેરોમાં શુક્રવારના રોજ ભારે વેચવાલી જોવા મળી છે. કંપનીના નબળા બિઝનેસ અનુમાન અને AI ચિંતાએ રોકાણકારોને નિરાશ કર્યાં છે. તેને લીધે ઈન્ટેલના શેર આશરે 29 ટકા ગગડ્યો છે. તે 1970ના દાયકા બાદ કંપનીના શેરોની એક દિવસની સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડાથી કંપનીના માર્કેટ કેપિટલાઈઝેશનમાં આશરે 140 અબજ ડોલર એટલે કે આશરે રૂપિયા 13.30 લાખ કરોડ ઘટાડો થયો છે.

અમેરિકાની સરકાર પર પણ અસર

ઈન્ટેલના શેરમાં આવેલા આ ઘટાડાની અસર અમેરિકાની સરકારના રોકાણ પર અસર થઈ છે. અમેરિકા સરકાર પાસે કંપનીની આશરે 10 ટકા હિસ્સેદારી છે. જે ગયા વર્ષ લેવામાં આવેલ છે. શુક્રવારના ઘટાડા બાદ આ હિસ્સેદારીના મૂલ્યમાં આશરે 12 અબજ ડોલર એટલે કે આશરે 1.14 લાખ કરોડ રૂપિયા ઘટાડો આવ્યો. જોકે, અહેવાલ પ્રમાણે સરકારના આ રોકાણ હવે ફાયદામાં દર્શાવવામાં આવે છે.

ઈન્ટેલના શેરોમાં આવ્યો ભારે ઘટાડો

ઈન્ટેલે વર્તમાન ત્રિમાસિક માટે 15 અબજ ડોલરથી 16 અબજ ડોલર વચ્ચે રેવેન્યુન અંદાજ છે. આ બજારની અપેક્ષાથી ઓછો છે.ઈન્ટેલ વર્તમાન ત્રિમાસિક ગાળા માટે 15 અબજ ડોલરથી 16 અબજ ડોલર વચ્ચે આવકનો અંદાજ આપ્યો છે. તે બજારની અપેક્ષાથી ઘણી ઓછી છે. અહેવાલ પ્રમાણે બજારને કંપનીની રેવેન્યુ 17 અબજ ડોલરથી વધારે રહેવાનો અંદાજ હતો. કંપનીના આ નબળા અનુમાન બાદ રોકાણકારોના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી છે.