Infosys Share Price, Infosys Buyback: ઈન્ફોસિસના શેરોમાં બાયબેકની જાહેરાતની શેરબજારમાં ઈન્ફોસિસના શેરોમાં અસર જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ખાતે શેરનો ભાવ ઊંચામાં રૂપિયા 1,542.90 અને નીચામાં રૂપિયા 1,521.10 બોલાઈ છેલ્લા રૂપિયા 14.40 એટલે કે 0.95 ટકા વધી રૂપિયા 1,524.10 રહ્યો હતો.
ઈન્ફોસિસ કંપની તેના આશરે 10 કરોડ શેર બાયબેક કરવા જઈ રહી છે. બાયબેક દર્શાવે છે કે કંપની લોંગ ટર્મ કેશ ફ્લો અને ગ્રોથને લઈ ખાસ વિશ્વાસ ધરાવે છે. ઈન્ફોસિસના શેરોમાં છેલ્લા એક વર્ષ 19 ટકા ઘટાડો થયો છે. એવી જ રીતે કંપની બે વર્ષમાં 4.63 ટકા અને 3 વર્ષમાં ફક્ત 2.17 ટકા વળતર આપી શકી છે. જે સેન્સેક્સ ઇન્ડેક્સ કરતા પણ ઘણું ઓછું છે.
આ પણ વાંચો
કંપનીના ઇતિહાસમાં સૌથી મોટી બાયબેક
દેશની અગ્રણી કંપની ઇન્ફોસિસ લિમિટેડે બાયબેકની જાહેરાત કરી છે. કંપનીએ રૂપિયા 18000 કરોડના શેર બાયબેક કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રક્રિયા ટેન્ડર રૂટ દ્વારા કરવામાં આવશે.ઇન્ફોસિસ લિમિટેડ બાયબેક દ્વારા 10 કરોડ શેર ખરીદશે. જે કંપનીના હિસ્સાના 2.41 ટકા બરાબર છે. ઇન્ફોસિસ લિમિટેડે ગુરુવારે આ બાયબેક માટે પ્રતિ શેર રૂપિયા 1800નો ભાવ પણ જાહેર કર્યો છે. જે ગુરુવારના બંધ કરતા 19 ટકા વધુ છે.
બાયબેક શું છે?
કંપનીના શેરધારકો પાસે બજાર ભાવ કરતાં વધુ ભાવે કંપનીને તેમના શેર વેચવાની તક હોય છે. આ ઓફર મર્યાદિત સમયગાળા માટે છે. બાયબેક માટે એક રેકોર્ડ તારીખ નક્કી કરવામાં આવી છે. જે રોકાણકારો પાસે તે દિવસે શેર હશે તેઓ જ કંપનીને તેમના શેર વેચી શકશે.
ઇન્ફોસિસે પાંચમી વખત બાયબેકની જાહેરાત કરી છે
આઇટી કંપની પાંચમી વખત તેના શેર બાયબેક કરવા જઈ રહી છે. વર્ષ 2017માં કંપનીએ 13000 કરોડ રૂપિયાનો બાયબેક કર્યો હતો. ઇન્ફોસિસે વર્ષ 2019માં રૂપિયા 8260 કરોડ અને 2021 માં રૂપિયા 9200 કરોડના શેર બાયબેક કર્યા હતા. છેલ્લી વખત કંપનીએ વર્ષ 2023 માં રૂપિયા 9300 કરોડના શેર બાયબેક કર્યા હતા.
