Infosys: નારાયણ મૂર્તિએ 4 મહિનાના પૌત્રને ભેટ કર્યાં રુપિયા 240 કરોડના શેર, નાની ઉંમરે જ કંપનીમાં તેની આટલી ભાગીદારી

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 18 Mar 2024 04:53 PM (IST)Updated: Mon, 18 Mar 2024 04:53 PM (IST)
infosys-narayan-murthy-gifts-rs-240-crore-shares-to-4-month-old-grandson-his-involvement-in-the-company-at-such-a-young-age

Infosys: ઈન્ફોસિસના સંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ પોતાના ચાર મહિનાના પૌત્ર એકાગ્ર રોહન મૂર્તિને 240 કરોડ રુપિયાથી વધુના શેર ભેટ કર્યા છે. એક્સચેન્જ ફાઈલિંગ મુજબ, ભારતની બીજી સૌથી મોટી સૂચના ટેક્નોલોજી સેવા કંપનીએ એકાગ્ર રોહન મૂર્તિની 15,00,000 શેર કે 0.04 ટકા ભાગીદારી છે.

પૌત્રને શેર ભેટમાં આપ્યા બાદ ઈન્ફોસિસમાં નારાયણ મૂર્તિની ભાગીદારી 0.40 ટકાથી ઘટીને 0.36 ટકા થઈ ગઈ છે. તેમની પાસે હવે કંપનીના લગભગ 1.51 કરોડ શેર છે. ફાઈલિંગ મુજબ, આ લેવડદેવડ ઓફ માર્કેટ મુજબ કરાયું. નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિ નવેમ્બરમાં દાદા-દાદી બન્યા જ્યારે તેમના પુત્ર રોહન મૂર્તિ અને પત્ની અપર્ણા કૃષ્ણનને એક પુત્ર થયો. નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિની બે પુત્રીઓના નાના-નાની પણ છે.

નારાયણ મૂર્તિની ઈન્ફોસિસમાં સફર
નારાયણ મૂર્તિએ વર્ષ 1981માં ઈન્ફોસિસની સ્થાપના કરી. કંપનીને માર્ચ 1999માં નાસડેકમાં લિસ્ટેડ કરવામાં આવી હતી. તે સમયે આપેલા એક નિવદેનમાં નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે- નાસડેક લિસ્ટિંગથી કંપનીને માર્કેટમાં ઉપલબ્ધ સર્વોત્તમ ઉપલબ્ધ પ્રતિભાને પોતાની સાથે જોડવામાં મદદ મળશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.