Infosys ADR: IT સેક્ટરની અગ્રણી ઈન્ફોસિસ લિમિટેડ (Infosys Ltd)ના શેરોમાં ગત શુક્રવારે શાનદાર તેજી જોવા મળી હતી અને આશરે બે ટકા તેજી સાથે રૂપિયા 1654.90 રહ્યો હતો. જોકે કંપની તેના શેરની કિંમતને લઈ વ્યાપક ચર્ચામાં છે.
ભારતીય શેરબજાર બંધ થયું ત્યારબાદ સાંજના સમયે અમેરિકાના બજારોમાં Infosys Ltdના ADRમાં 40 ટકાની તેજી આવી હતી. આ તોફાની તેજી બાદ ઈન્ફોસિસના શેરની કિંમત ભારતીય શેરબજારોમાં સોમવારે તેજી સાથે ખુલી શકે છે. આ સંજોગોમાં ઈન્ફોસિસના રોકાણકારોને સોમવારે લોટરી લાગી શકે છે.
ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ (NYSE)એ શુક્રવારે ઈન્ફોસિસના ADRના કામકાજ દરમિયાન તેના શેર 40 ટકા વધી 26.62 ડોલર પર પહોંચી ગયા હતા. જ્યારે વિપ્રના ADRના શેર NYSE પર 7 ટકાથી વધારે વધી 3.07 ડોલર પહોંચી ગયો.
ઈન્ફોસિસમાં સતત ત્રણ દિવસથી તેજી
ઇન્ફોસિસના ADRમાં સતત ત્રીજા દિવસે વધારો થયો હતો, પરંતુ ગુરુવારે એક્સેન્ચરે વોલ સ્ટ્રીટની પ્રથમ ક્વાર્ટરની આવકની અપેક્ષાઓ કરતાં વધુ કમાણી કર્યા પછી આ ઉછાળો નોંધપાત્ર હતો.
ગુરુવારે ઇન્ફોસિસના ADRs 5% થી વધુ અને બુધવારે 2.5% થી વધુ વધ્યા છે. એક્સેન્ચરની આવકમાં વધારો તેની AI-આધારિત IT સેવાઓની મજબૂત માંગને કારણે થયો હતો. કંપનીના શેર હાલમાં Nasdaq પર 1.7% વધીને $274.57 પર ટ્રેડ થઈ રહ્યા હતા.
