Infosys ADR: IT સેક્ટરની અગ્રણી ઈન્ફોસિસ લિમિટેડના અમેરિકન ડિપોઝીટરી રિસીપ્ટ (ADR)માં US ટ્રેડના શરૂઆતી કામકાજ દરમિયાન ભારે ઉછાળો આવ્યો હતો અને તે આક્રમક રીતે શોર્ટ-કવરિંગને પગલે છેલ્લા 52 સપ્તાહની ઊંચી સપાટીને સ્પર્શી ગયો હતો, જેને પગલે ઈન્ફોસિસના ADRમાં કામકાજ અટકાવી દેવામાં આવ્યું છે.
આ અગાઉ શરૂઆતી કામકાજ દરમિયાન કંપનીના ADRમાં આશરે 40 ટકાનો ઉછાળો આવ્યો હતો. ADRમાં કામકાજ અટકાવી દેવામાં આવ્યું તે અગાઉ 2.70 ડોલર એટલે કે 14.08 ટકાના ઉછાળા સાથે 21.90 ડોલર પર કામકાજ થયું હતુ.
દરમિયાન વિપ્રોના ADRમાં પણ 6.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ઇન્ફોસિસ લિમિટેડના ADR એ પણ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું, જે 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તર 23.28 ડોલર પર પહોંચ્યો હતો.
ઇન્ફોસિસ ત્રિમાસિક પરિણામો
દરમિયાન ઇન્ફોસિસે જાહેરાત કરી છે કે તે 14 જાન્યુઆરી, 2026ના રોજ તેના ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરશે. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે તેના ડિરેક્ટર બોર્ડ 13 અને 14 જાન્યુઆરીએ 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને નવ મહિનાના નાણાકીય પરિણામો પર વિચારણા કરવા અને મંજૂરી આપવા માટે મળશે.
