Food Processing Wastewater Treatment: ઔદ્યોગિક પ્રગતિની સાથે પર્યાવરણીય સમતુલા જાળવવી એ આજના સમયનો સૌથી મોટો પડકાર બની ગયો છે. ખાસ કરીને ફૂડ-પ્રોસેસિંગ ઉદ્યોગોમાં થતા પાણી અને ઊર્જાના વપરાશને ધ્યાનમાં રાખીને, મહેસાણાના ધોળાસણ ખાતે આવેલું 'વિહાન' (Vihaan) ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમ માટે એક નવું અને અનુકરણીય ઉદાહરણ બનીને ઊભરી આવ્યું છે. વિહાનનું કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) અને કોમન સ્ટીમ જનરેશન મોડલ પર્યાવરણ સંરક્ષણ અને ઉદ્યોગોની કાર્યક્ષમતા વધારવા તરફ એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે.
મહેસાણાના ધોળાસણ ખાતે સ્થાપિત વિહાનનું સીઈટીપી અને કોમન સ્ટીમ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાસ કરીને ફૂડ-પ્રોસેસિંગ એકમો માટે 'શેર્ડ યુટિલિટી' (Shared Utility) પૂરું પાડે છે.સેન્ટ્રલાઇઝ્ડ વેસ્ટવોટર ટ્રીટમેન્ટના કારણે નાના-મોટા ઉદ્યોગોને પોતાના અલગ પ્લાન્ટ નાખવા પડતા નથી, જેનાથી તેમનો મૂડી અને કામગીરીનો ખર્ચ (Operating Cost) ઘટે છે.
આ મોડલથી ઉદ્યોગો પર્યાવરણીય નીતિ-નિયમોના પાલનની ચિંતા મુક્ત બનીને પોતાના મુખ્ય ઉત્પાદન (Core Manufacturing) પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. વિહાનનો મુખ્ય હેતુ એક એવી વિસ્તરણક્ષમ (Scalable) સિસ્ટમ ઊભી કરવાનો છે, જ્યાં પાણી અને ઊર્જા જેવા મહત્ત્વના સંસાધનોનું સામૂહિક મેનેજમેન્ટ થઈ શકે.
સામાન્ય રીતે ઉદ્યોગો ગંદા પાણીના શુદ્ધિકરણને માત્ર એક સરકારી નિયમપાલન (Compliance) તરીકે જોતા હોય છે. પરંતુ વિહાન આ વિચારસરણી બદલી રહ્યું છે.અહીં પાણીને વેસ્ટ માનવાને બદલે એક સંભવિત સંસાધન ગણવામાં આવે છે. વિહાનનું સીઈટીપી વોટર રિકવરી અને રિયુઝ પર ધ્યાન આપે છે. ટ્રીટ એન્ડ ડિસ્પોઝ (શુદ્ધ કરો અને બહાવ)ને બદલે ટ્રીટ, રિકવર અને રિયુઝની નીતિ અપનાવાઈ છે. આનાથી તાજા પાણીના કુદરતી સ્ત્રોતો પરનું દબાણ ઘટે છે અને પર્યાવરણનું રક્ષણ થાય છે.
ફૂડ-પ્રોસેસિંગ ઉદ્યોગના ગંદા પાણીમાં ઓર્ગેનિક લોડ અને અન્ય પ્રદૂષકોનું પ્રમાણ સતત બદલાતું રહે છે. આ પડકારને પહોંચી વળવા માટે વિહાન મલ્ટી-સ્ટેજ ટ્રીટમેન્ટ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે.આ તમામ બાયોલોજિકલ, મેમ્બ્રેન અને થર્મલ પ્રોસેસ ભેગા મળીને પાણીમાંથી તબક્કાવાર પ્રદૂષકો દૂર કરે છે અને 100% વોટર રિકવરી એટલે કે ZLD હાંસલ કરવામાં મદદ કરે છે.ઔદ્યોગિક વિકાસ અને સંસાધનોની અછત વચ્ચે સંતુલન જાળવવું એ સમયની માંગ છે. ઓછા પાણી અને ઓછી ઊર્જાના વપરાશ સાથે વધુ મૂલ્યનું સર્જન (Value Creation) જ ટકાઉ વિકાસનો સાચો અર્થ છે.
દેશમાં ZLD અને ઇન્ટિગ્રેટેડ યુટિલિટી મોડલનો ઝડપી સ્વીકાર થાય તે માટે વોટર કન્ઝર્વેશન, ટ્રીટમેન્ટ કરેલા પાણીના પુનઃઉપયોગ અને એનર્જી એફિશિયન્સી માટે સ્પષ્ટ નીતિઓ અને પ્રોત્સાહક યોજનાઓ જરૂરી છે.વિહાન મોડલ સાબિત કરે છે કે પર્યાવરણીય મેનેજમેન્ટ એ માત્ર કાનૂની બોજ નથી, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટેનું એક કાર્યક્ષમ ટૂલ છે.
