India Power Transition:ભારતના ઊર્જા સેક્ટરમાં પરિવર્તન; ઉત્પાદનથી આગળ વધી ગ્રીડ અને ટ્રાન્સમિશનનું મજબૂતીકરણ કેમ જરૂરી છે

India Power Transition: ભારતની પાવર વાત હવે તેના આગામી તબક્કામાં પ્રવેશી રહી છે. આ સેક્ટરમાં પડકાર ફક્ત વધુ વીજળી ઉત્પન્ન કરવાનો નથી પરંતુ જ્યારે જરૂર હોય અને જ્યાં જરૂર હોય ત્યાં તેને પહોંચાડવાની માળખાગત સુવિધાઓને ઉભી કરવાનો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 12 Sep 2026 08:33 PM (IST)Updated: Sat, 12 Sep 2026 08:33 PM (IST)
indias-power-transition-why-grid-and-transmission-expansion-is-the-next-frontier

India Power Transition: ભારતની પાવર વાત હવે તેના આગામી તબક્કામાં પ્રવેશી રહી છે. આ સેક્ટરમાં પડકાર ફક્ત વધુ વીજળી ઉત્પન્ન કરવાનો નથી પરંતુ જ્યારે જરૂર હોય અને જ્યાં જરૂર હોય ત્યાં તેને પહોંચાડવાની માળખાગત સુવિધાઓને ઉભી કરવાનો છે. જેમ-જેમ દેશ રિન્યુએબલ ક્ષમતામાં વધારો કરી રહ્યો છે. ઉત્પાદનમાં વધારો કરી રહ્યો છે અને ઉદ્યોગો, શહેરો તથા ઉભરતા ડિજિટલ માળખામાં વીજ માંગમાં વધારો જોઈ રહ્યો છે, તેમ-તેમ ગ્રીડ ઉત્પાદન જેટલું જ મહત્વપૂર્ણ બની રહ્યું છે. જે વીજળી વિશ્વસનીય રીતે ટ્રાન્સમિટ કરી શકાતી નથી, તે પાવર વિકાસને સંપૂર્ણપણે ટેકો આપી શકતો નથી.

તેનાથી ટ્રાન્સમિશન માળખું એ ઊર્જા સિસ્ટમ માટે સહાયક સાધન કરતા ઘણું વધુ છે. તે ભારતના આર્થિક અને ઔદ્યોગિક મહત્વકાંક્ષાઓનું એક મહત્વપૂર્ણ સક્ષમકર્તા બની રહ્યું છે.

TARILના MD અને CEO સત્યેન જે મામતોરાના મતે ફેબ્રુઆરી 2026 સધીમાં દેશમાં લગભગ 275 ગીગા વૉટ સ્થાપિત નોન-ફોસીલ-ફ્યુઅલ ક્ષમતા હતી, જે કૂલ ઇન્સ્ટોલ્ડ ક્ષમતા 524 ગીગા વૉટના લગભગ 52.5 ટકા જેટલી છે.વર્ષ 2035-36 સુધીમાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (સીઇએ)નો અંદાજ છે કે, ટોચની વીજળીની માંગ લગભગ 459 ગીગા વૉટ સુધી પહોંચી શકે છે, જ્યારે ભારતનું કુલ ઇન્સ્ટોલ્ડ જનરેશન ક્ષમતા એ લગભગ 1,121 ગીગા વૉટ સુધી વધી શકે છે, જેમાં નોન-ફોસિલ- સ્ત્રોતમાંથી મળતી ઊર્જા 786 ગીગા વૉટનો સમાવેશ થાય છે.

ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કેવી રીતે જોવું જોઈએ, તે ફંડામેન્ટલ પરિવર્તનને આ આંકડા દર્શાવે છે. હવે ફક્ત નેટવર્ક જનરેશનને અનુસરે છે એટલું જ નહીં, પણ તે ભારતના એનર્જી ટ્રાન્ઝીશન તથા આર્થિક વિકાસનું એક સક્ષમકર્તા બની ગયું છે.

રિન્યુએબલ એનર્જી આ પડકારને મહત્વપૂર્ણ બનાવે છે. સૌર અને પવન પ્રોજેક્ટ્સ એ સામાન્ય રીતે તેમની વીજળીને ખાલી કરવા માટે જરૂરી ટ્રાન્સમિશન સિસ્ટમ્સ કરતા વધુ ઝડપથી વિકસાવી શકાય છે. જે ભૌગોલિક બાબત પર પણ આધારીત હોય છે. તેઓ ભૌગોલિક રીતે પણ કેન્દ્રમાં છે. મોટા રિન્યુએબલ રિસોર્સીસ એ રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા વિસ્તારોમાં છે, જ્યાંથી વપરાશના મુખ્ય કેન્દ્રો હજારો કીલોમીટર દૂર પણ હોઈ શકે છે.

આ ભારતના ઉર્જા ટ્રાન્સિશમાં એક મહત્વપૂર્ણ કડી બનાવે છે

વીજળી એ ફક્ત ઉત્પન્ન થવી એટલું જ નહીં, પરંતુ ઔદ્યોગિક ક્લસ્ટરો, શહેરો અને ગ્રાહકો સુધી પહોંચવા માટે રાજ્યો અને પ્રદેશોમાં કાર્યક્ષમ રીતે પરિવહન પણ થવી જોઈએ. તે નેટવર્કની મજબૂતીથી જ એ નક્કી થશે કે, ભારતમાં તેની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને વિશ્વસનીય ઊર્જા અને સ્થિર આર્થિક વિકાસમાં અસરકારક રીતે પરિવર્તિત કઇ રીતે કરી શકાશે.

ગુજરાત એ તેનું એક ઉદાહરણ પુરું પાડે છે, સીઇએ એ રાજ્યમાં આશરે 64.8 ગીગાવૉટ સૌર અને પવન સંભવિત ઝોન સાથે સંકળાયેલ છે, જેને આગામી આંતર-રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ નેટવર્કને ઓળખીને રાખ્યું છે. જેમાં ખાવડા, ભૂજ, લાકડિયા અને જામ-ખંભાળિયા સહિતાના સ્થળો તથા આયોજિત ઓફશોર પવન ક્ષમતાનો સમાવેશ થાય છે. આ દર્શાવે છે કે, ઉત્પાદન તથા ટ્રાન્સમિશનનું આયોજન હવે એક સાથે આગળ વધશે.

દેશ સતત તેના ગ્રીડના નોંધપાત્ર વિસ્તરણને જોઈ રહ્યો છે

 નેશનલ ઇલેક્ટ્રિસિટી પ્લાન હેઠળ, 2022-2031-23ની વચ્ચે લગભગ 1.91 લાખ સર્કિટ કિલોમીટરની ટ્રાન્સમિશન લાઈન તથા 1,274 જીવીએ ટ્રાન્સફોર્મેશન ક્ષમતાને ઉમેરવાની યોજના છે. વ્યાપક યોજનામાં આશરે રૂ.9.15 લાખ કરોડના રોકાણની કલ્પના કરવામાં આવી છે, જેમાં 2032 સુધીમાં આંતર-પ્રાદેશિક ટ્રાન્સમિશન ક્ષમતા વધીને લગભગ 168 ગીગાવૉટ થશે.