Stock Market 31 January: બજેટ પહેલા શેર માર્કેટમાં મજબૂતી, સેન્સેક્સ 389 પોઈન્ટ ઉછળ્યો

સેન્સેક્સ અને નિફ્ટી મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. ટાટા કન્ઝુમરના શેરમાં 3.53 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ટાટા ગ્રુપની કંપની ટ્રેંટ અને ટાઈટનમાં 2 ટકાનો વધારો નોંધાયો છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 31 Jan 2025 10:03 AM (IST)Updated: Fri, 31 Jan 2025 10:03 AM (IST)
india-stock-market-31-january-today-market-bse-nse-sensex-nifty-today-latest-update

Stock Market 31 January Updates: 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થનાર છે. જેને લઈને આજે શેર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ 389 પોઈન્ટના વધારા સાથે 77129 પર કારોબાર કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 136 પોઈન્ટના વધારા સાથે 23387 પર કારોબાર કરી રહ્યો છે.

ટાટા કન્ઝ્યુમરના શેરમાં ઉછાળો

ટાટા  કન્ઝ્યુમરના શેરમાં 3.53 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ટાટા ગ્રુપની કંપની ટ્રેંટ અને ટાઈટનમાં 2 ટકાનો વધારો નોંધાયો છે. લાર્સન, ટાટા કંઝ્યુમર, ટ્રેન્ટ, બીઈએલ, ટાઈટન, મારૂતિ સુઝુકી, પાવર ગ્રિડ, વિપ્રો અને ઈન્ફોસિસના શેર 1.29 થી 4.44 ટકા સુધી વધ્યા છે. આઈટીસી હોટલ્સ, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સ અને એક્સિસ બેંકના શેર 0.51 થી 2.85 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરની સ્થિતિ

સુઝલોન એનર્જી, અજંતા ફાર્મા, પીએન્ડજી, ક્લિન સાયન્સ, બાયોકોન, કલ્યાણ જ્વેલર્સ અને એસ્ટ્રલના શેરમાં 2.15 થી 4.82 ટકા સુધીનો વધારો નોંધાયો છે. Whirlpool, કંટેનર કૉર્પ, પ્રેસ્ટીજ એસ્ટેટ, પીબી ફિનટેક, એનએમડીસી અને એનએમડીસીના શેરમાં 1.19 થી 7.62 ટકાનો ઘટાડો નોંધાયો છે.

સ્મૉલકેપ શેરની સ્થિતિ

ગુલસન પોલિ, થેમિસ મેડિકેર, વોકહાર્ટ, રૂપા એન્ડ કંપની, હિતાચી એનર્જી અને નવિન ફ્લોરિનના શેરમાં 6.22 થી 14.55 ટકા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. નેલકાસ્ટ, ટીજીવી સાર્ક, ઓર્ચિડ ફાર્મા, ઝાયડસ વેલનેસ, આદિત્ય વિઝન અને રાજૂ એન્જીનિયર્સના શેર 5 થી 9.04 ટકા સુધી તૂટ્યા છે.