Stock Market 24 January: ભારતીય શેર બજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. તેજી બાદ લાલ નિશાન પર સેન્સેક્સ અને નિફ્ટી આવી ગયા હતા. સેન્સેક્સમાં 141 પોઈન્ટના ઘટાડો નોંધાયો હતો જ્યારે નિફ્ટીમાં 45 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
પાવર ગ્રિડ, બીપીસીએલ, શ્રીરામ ફાઈનાન્સ, એનટીપીસી, અલ્ટ્રા સિમેન્ટ, આઈશર મોટર્સ અને જેએસડબ્લ્યૂ સ્ટીલના શેરમાં 1.17 થી 2.06 ટકા સુધી વધારો થયો છે. ડૉ.રેડ્ડીઝ, અપોલો હોસ્પિટલ, એસબીઆઈ લાઈફ, સન ફાર્મા, કોટક મહિન્દ્રા બેંક અને સિપ્લાના શેરમાં 0.71 થી 6.50 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
મિડકેપ શેરની સ્થિતિ
હિંદ પેટ્રોલિયમ, ક્રિસિલ, ટાટા કોમ્યુનિકેશન, મઝગાંવ ડોક, ટોરેન્ટ પાવર, વર્લપૂલ અને સીજી પાવરના શેરમાં 1.85 થી 3.88 ટકા સુધી વધારો છે. ગો ડિજિટ, એમફેસિસ, ગ્લેનમાર્ક, નિપ્પોન, ટોરેન્ટ ફાર્મા, વોલ્ટાસ અને ઓરબિંદો ફાર્માના શેરમાં 1.24 થી 4.17 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે.
સ્મૉલકેપ શેરની સ્થિતિ
કેફિન ટેક, કેપરી ગ્લોબલ, એમપીએસ, એજિસ લોજિસ્ટિક્સ અને રિફે્કસ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 4.63 થી 9.58 ટકા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. સાયન્ટ, તેજસ નેટવર્ક, સુર્યોદય સ્મોલ, એસજી માર્ટ, સંપદના સ્ફૂર, સિનજિન ઈન્ટરનેશનલ અને ઉજ્જીવન સ્મૉલના શેરમાં 3.85 થી 10 ટકા સુધી ઘટાડો નોંધાયો છે.
