e-Passport in India: હવે પાસપોર્ટ મેળવવો થયો વધુ સરળ, અરજી કર્યાના માત્ર 15 થી 20 દિવસમાં ઘરે પહોંચી જશે; જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

How to Apply for an e-Passport Online in India: ભારત સરકારે પાસપોર્ટ પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને હાઈટેક બનાવવા માટે ઈ-પાસપોર્ટ (e-Passport) ની સુવિધા શરૂ કરી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 07 Jan 2026 11:50 AM (IST)Updated: Wed, 07 Jan 2026 11:52 AM (IST)
india-launches-new-e-passport-how-to-apply-download-benefits-check-status-online-application-process

How to Apply for an e-Passport Online in India: ભારત સરકારે પાસપોર્ટ પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને હાઈટેક બનાવવા માટે ઈ-પાસપોર્ટ (e-Passport) ની સુવિધા શરૂ કરી છે. જો તમે પણ વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ અને નવા પાસપોર્ટ માટે અરજી કરવા માંગતા હોવ, તો હવે આ પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે પ્રક્રિયા પૂર્ણ થયાના માત્ર 15 થી 20 દિવસની અંદર આ હાઈટેક પાસપોર્ટ સીધો તમારા ઘરે પહોંચાડવામાં આવે છે.

શું છે ઈ-પાસપોર્ટ?

ઈ-પાસપોર્ટ દેખાવમાં જૂના રેગ્યુલર પાસપોર્ટ જેવો જ લાગે છે, પરંતુ તેની ખાસિયત તેમાં રહેલી ટેકનોલોજી છે. આ પાસપોર્ટના કવર પર અશોક સ્તંભની નીચે એક નાનકડી ઈલેક્ટ્રોનિક ચિપ લાગેલી હોય છે. આ ચિપમાં પાસપોર્ટ ધારકનો બાયોમેટ્રિક ડેટા, ફોટોગ્રાફ, ફિંગરપ્રિન્ટ્સ અને અન્ય વ્યક્તિગત વિગતો ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત રહે છે.

સુરક્ષા અને ઈમિગ્રેશનમાં સરળતા

આ નવી સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે ડેટા સુરક્ષિત રહેવાથી નકલી પાસપોર્ટ બનાવવો કે તેની સાથે છેડછાડ કરવી લગભગ અશક્ય બની જશે. આ ઉપરાંત, વિદેશ પ્રવાસ દરમિયાન એરપોર્ટ પર ઈમિગ્રેશન કાઉન્ટર પર ચકાસણી પ્રક્રિયા અગાઉ કરતા વધુ ઝડપી બનશે. ઉલ્લેખનીય છે કે, જો તમે 28 મે, 2025 પછી નવો પાસપોર્ટ કઢાવ્યો હોય અથવા રિન્યુ કરાવ્યો હોય, તો તે ઈ-પાસપોર્ટ જ હશે.

ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

ઈ-પાસપોર્ટ મેળવવા માટેની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે. તમે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરીને અરજી કરી શકો છો:

  • સૌ પ્રથમ પાસપોર્ટ સેવા (Passport Seva) ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ અને રજિસ્ટ્રેશન કરો.
  • લોગઈન કર્યા બાદ 'Apply for Fresh Passport / Re-issue of Passport' વિકલ્પ પસંદ કરો. (નવા માટે 'Fresh' અને રિન્યુઅલ માટે 'Re-issue').
  • અરજી ફોર્મમાં માંગેલી તમામ વિગતો કાળજીપૂર્વક ભરો અને સબમિટ કરતા પહેલા ફરીથી તપાસો.
  • ફોર્મ ભર્યા બાદ 'Pay and Schedule Appointment' વિકલ્પ પર ક્લિક કરો. ઓનલાઈન ફી ચૂકવ્યા બાદ જ એપોઈન્ટમેન્ટ કન્ફર્મ થશે.
  • પેમેન્ટ થયા બાદ તમને એક ARN નંબર અને રસીદ મળશે, જેની જાણકારી SMS દ્વારા પણ આપવામાં આવશે.

વેરિફિકેશન અને ડિલિવરી

એપોઈન્ટમેન્ટના દિવસે તમારે જરૂરી અસલ દસ્તાવેજો સાથે પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) અથવા પોસ્ટ ઓફિસ પર જવું પડશે. ત્યાં ફિઝિકલ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ પોલીસ વેરિફિકેશન કરવામાં આવશે. આ તમામ પ્રક્રિયાઓ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, સામાન્ય રીતે 15 થી 20 દિવસમાં ઈ-પાસપોર્ટ સ્પીડ પોસ્ટ દ્વારા તમારા રજિસ્ટર્ડ સરનામે પહોંચી જશે.