FD Interest Rates: ફિક્સ્ડ ડિપોઝીટ એટલે કે FDને એક સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. તાજેતરમાં ઈન્ડસઈન્ડ બેન્કે રૂપિયા 3 કરોડથી ઓછા મૂલ્યના ફિક્સ્ડ ડિપોઝીટ પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યાં છે. બેન્કની અધિકૃત વેબસાઈટ પ્રમાણે FDને લગતા નવા વ્યાજ દરો 7 ઓક્ટોબર,2024થી લાગૂ થયા છે. બેન્કે ઓગસ્ટ,2024 બાદથી સેવિંગ અકાઉન્ટના વ્યાજ દરોમાં ફેરફાર કર્યાં ન હતા.
ઈન્ડસઈન્ડ બેન્કના FD વ્યાજ દરો
બેન્ક તરફથી આપવામાં આવેલ માહિતી પ્રમાણે સામાન્ય નાગરિકો માટે 7 દિવસથી લઈ 10 વર્ષ સુધીની FD માટેના વ્યાજદરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ અવધિ દરમિયાન FD કરાવવા પર સામાન્ય નાગરિકોને 3.50 ટકાથી 7.75 ટકા વચ્ચે વ્યાજ મળશે. 1 વર્ષથી 2 વર્ષ વચ્ચે પાકતી મુદત માટેની FD પર 7.75 ટકા મહત્તમ વ્યાજ આપવામાં આવે છે.
ઈન્ડસઈન્ડ બેન્ક FDના વ્યાજ દરો
સીનિયર સિટીઝન માટે પણ FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવ્ય છે. બેન્ક સીનિયર સિટિજન માટે 7 દિવસથી લઈ 10 વર્ષ સુધીના FD પર 4 ટકાથી 8.25 ટકા વચ્ચે વ્યાજ દરથી કમાણી કરી શકાશે. 1 વર્ષથી 2 વર્ષ વચ્ચે મેચ્યોર થતી FD પર 7.75 ટકા મહત્તમ વ્યાજ દર મળે છે.
