ICICI Bank FD Rates: દિવાળી અગાઉ બેંકે વ્યાજ દરમાં કર્યો વધારો, હવે 7.20 ટકા મળશે વળતર

RBI તરફથી વ્યાજ દરોમાં વધારો કર્યાં બાદથી એવી આશા હતી કે આગામી સમયમાં બેંક તરફથી ફિક્સ્ડ ડિપોઝીટ(FD) દરમાં વધારો થઈ શકે છે. ICICI બેન્ક તરફથી દિવાળ અગાઉ પોતાના ગ્રાહકો માટે મોટી જાહેરાત કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 31 Oct 2026 02:38 PM (IST)Updated: Sat, 31 Oct 2026 02:38 PM (IST)
icici-bank-fd-rates-bank-hikes-interest-rates-ahead-of-diwali-now-earn-returns-of-up-to-720-per-cent-check-the-new-rates

ICICI Bank FD Rates: RBI તરફથી વ્યાજ દરોમાં વધારો કર્યાં બાદથી એવી આશા હતી કે આગામી સમયમાં બેંક તરફથી ફિક્સ્ડ ડિપોઝીટ(FD) દરમાં વધારો થઈ શકે છે. ICICI બેન્ક તરફથી દિવાળ અગાઉ પોતાના ગ્રાહકો માટે મોટી જાહેરાત કરી છે. આ પ્રાઈવેટ બેન્કે રૂપિયા 3 કરોડથી ઓછી મૂલ્યના ફિક્સ્ડ ડિપોઝીટ(FD) વ્યાજદરોમાં વધારો કર્યો છે. આ બેંકે વ્યાજ દરોને 10 બેસિસ પોઇન્ટ વધાર્યો છે.

આ રિવીઝન બાદ હવે સિનિયર સિટીઝનને બેંક તરફથી 7.20 ટકા વ્યાજ FD પર ઓફર કરવામાં આવી રહ્યા છે. તે સામાન્ય નાગરિકોને બેંક તરફથી મહત્તમ 6.60 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યા છે.

ICICI બેન્ક FDમાં રોકાણ કરતાં પહેલા આ માહિતી જાણો

પ્રાઈવેટ બેંકે કેટલાક પસંદગીના ટાઈમ પીરિયડના FDના દરમાં બદલવામાં આવેલ છે. 2 વર્ષ એક દિવસથી 3 વર્ષની FD પર હવે બેંક 6.55 ટકા વ્યાજ આપી રહી છે. અગાઉ ઈન્ટરેસ્ટ રેટ્સ 6.45 ટકા હતા. એટલે કે બેંકે 10 બેસિસ પોઈન્ટનો વધારો અહીં કર્યો છે.

આ ઉપરાંત 3 વર્ષ એક દિવસથી 5 વર્ષની FD પર હવે બેન્કની માફકથી 6.60 ટકા વ્યાજ ગ્રાહકોને આપવામાં આવશે. અગાઉ ગ્રાહકોને 6.50 ટકા વ્યાજ આ ટાઈમ પીરિયડ માટે મળતો હતો. આ ઉપરાંત 5 વર્ષ એક દિવસથી 10 વર્ષની FD દરોમાં પણ બેંકે વધારો કર્યો છે. હવે આ ટાઈમ પીરિયડ માટે ગ્રાહકોને 6.60 ટકા વ્યાજ મળે છે. અગાઉ 6.50 ટકા વ્યાજ મળતું હતું.