Share Market: ભારતીય શેરબજારમાં ક્યારે સારા દિવસો તો ક્યારેક ખરાબ દિવસો રોકાણકારોને જોવા મળે છે. આજે ભારતીય શેર બજારમાં 19 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થતાં રોકાણકારો નિરાશ થયા છે. આ પહેલાં ઘણી વખત એવી સ્થિતિ આવી છે કે રોકાણકારોએ માર્કેટમાં ટ્રેન્ડિંગ થોડા સમય માટે બંધ કરવું પડ્યું હોય. ત્યારે છેલ્લાં 10 વર્ષમાં કેટલીવાર માર્કેટમાં મોટો કડાકો આવ્યો છે તેના વિશે જણાવીએ.
4 જૂન, 2024ના રોજ મોટો માર્કેટ તૂટ્યું હતું
ચૂંટણીના પરિણામના દિવસે શેરબજારમાં કામકાજ શરૂ થતાંની સાથે જ ઘટાડાનો ટ્રેન્ડ વધ્યો હતો. BSEના 30 શેરોવાળા સેન્સેક્સે તે દિવસે 1700 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું અને બપોરે 12.20 વાગ્યા સુધીમાં તે 6094 પોઈન્ટ ઘટીને 70,374ના સ્તરે પહોંચી ગયો હતો.
23 માર્ચ 2020એ સેન્સેક્સ 3,935 પોઈન્ટ્સ ઘટ્યું હતું.
કોવિડ-19ને લીધે સેન્સેક્સ 3,935 પોઈન્ટ્સ તૂટ્યું હતું. લોકડાઉનના ડરને લીધે બજાર સ્થિર થઈ ગયું હતું અને રોકાણકારોને ભારે નુકસાન થયું હતું.
12 માર્ચ, 2020એ સેન્સેક્સમાં 2,919 પોઈન્ટનો ઘટાડો થયો હતો
કોરોનાનો વૈશ્વિક ફેલાવો અને યસ બેંકની કટોકટીને લીધે સેન્સેક્સને 2,919 પોઈન્ટ્સ તૂટ્યું હતું. 10% લોઅર સર્કિટ લાગુ, ટ્રેડિંગ અટકી ગયું.
9 માર્ચ, 2020 - સેન્સેક્સમાં 1,941 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો
તેલના ભાવમાં ઘટાડો અને કોવિડ-19ની ચિંતાને કારણે સેન્સેક્સ 1,941 પોઈન્ટ ઘટ્ય તૂટ્યુ હતું. કોવિડ- 19 પહેલા આ એક મોટો ઘટાડો હતો.
27 ફેબ્રુઆરી 2020 - સેન્સેક્સમાં 1,448 પોઈન્ટનો ઘટાડો થયો હતો.
કોવિડ-19ના વધતા જતા કેસોની અસર શેર બજારને જોવા મળી હતી. સેન્સેક્સ 1,448 પોઈન્ટ તૂટ્યો હતો. જેણે રોકાણકારો હચમચી ગયા હતા.
24 ફેબ્રુઆરી 2020 - સેન્સેક્સમાં 806 પોઈન્ટનો ઘટાડો થયો હતો
કોરોનાની વૈશ્વિક અસરની શરૂઆતમાં સેન્સેક્સ 806 પોઈન્ટ્સ તૂટ્યો હતો. આ કોરોનાને લીધે થયેલો મોટો ઘટાડો હતો.
6 ફેબ્રુઆરી 2020 - સેન્સેક્સમાં 1,000 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો
બજેટ પછીની અનિશ્ચિતતા અને વૈશ્વિક સંકેતોને કારણે સેન્સેક્સ લગભગ 1,000 પોઈન્ટ્સ તૂટ્યો હતો. આ દરમિયાન શેર બજારમાં અસ્થિરતા વધી હતી.
3 ફેબ્રુઆરી 2020 - સેન્સેક્સ 2,100 પોઈન્ટ્સ ઘટ્યો હતો
બજેટની નિરાશા અને આર્થિક મંદીના ડરને કારણે સેન્સેક્સ લગભગ 2,100 પોઈન્ટ્સ તૂટ્યો હતો. જેને લીધે રોકાણકારોમાં ભારે નિરાશા જોવા મળી હતી.
31 જાન્યુઆરી 2020 - સેન્સેક્સમાં 987 પોઈન્ટનો ઘટાડો થયો હતો
આર્થિક મંદી અને વૈશ્વિક અનિશ્ચિતતાને લીધે સેન્સેક્સ 987 પોઈન્ટ તૂટ્યુ હતું.
ઓગસ્ટ 24, 2015 - સેન્સેક્સમાં 1,624 પોઈન્ટનો કડાકો થયો હતો
ચીનની મંદી અને રૂપિયાની નબળાઈએ બજારને હચમચાવી નાખ્યું હતું. સેન્સેક્સ 1,624 પોઈન્ટ તૂટ્યો હતો, તે સમયે એક દિવસનો સૌથી મોટો ઘટાડો હતો.
