PPF And SSY Interest Rule:જો તમે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) અથવા તો સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં રોકાણ કરો છો તો 5મી એપ્રિલની તારીખ તમારા માટે ખૂબ જ મહત્વની છે. PPF અને SSY બન્નેમાં જો તમે 5 એપ્રિલ સુધી પૈસા જમા કરાવો છો તો સમગ્ર નાણાકીય વર્ષનું વ્યાજ મળે છે.
જોકે જો તમે પૈસા 5 એપ્રિલ બાદ જમા કરાવશો તો તે મહિનાનું વ્યાજ મળશે નહીં. માટે રોકાણ કરતી વખતે આ તારીખને ધ્યાનમાં રાખવી જરૂરી છે. અન્ય એક જરૂરી બાબત કે જો મે ચેકથી પૈસા જમા કરાવો છો તો જે દિવસે ચેક ક્લિયર થાય છે તે તારીખ માનવામાં આવે છે. માટે અંતિમ દિવસની રાહ જોવાનું જોખમી સાબીત થઈ શકે છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું વધારે સુરક્ષિત માનવામાં આવે છે. એકંદરે દર મહિનાની 5મી તારીખ અગાઉ આ સ્કીમમાં પૈસા જમા કરવા પર તેનો સંપૂર્ણ ફાયદો મળશે.
PPF-SSY Rules: PPF અને SSY અંગે માસિક નિયમ
PPFમાં તમે તમારા નામથી અથવા તમારા સગીર બાળકના નામથી ખાતું ખોલાવી શકો છો. જ્યારે SSY ખાતું દિકરીના નામથી ખુલ છે અને બન્ને ખાતા અલગ-અલગ હોય છે. રોકાણને લગતી મર્યાદાની વાત કરીએ તો PPFમાં લઘુતમ રૂપિયા 500 અને મહત્તમ રૂપિયા 1.5 લાખ જમા કરાવી શકાય છે. SSYમાં લઘુતમ રૂપિયા 250 અને મહત્તમ રૂપિયા 1.5 લાખ જમા કરાવી શકાય છે. PPFમાં પૈસા 15 વર્ષ માટે જમા થાય છે, જ્યારે SSYમાં પણ 15 વર્ષ સુધી રકમ જમા કરાવવી જરૂરી છે. અલબત દીકરી માટે 21 વર્ષની ઉંમર પર અથવા તેના લગ્ન (18 વર્ષ બાદ) મેચ્યોર થાય છે.
વ્યાજ દર અને ટેક્સને લગતા ફાયદા
એપ્રિલ-જૂન 2026 પ્રમાણે PPF પર 7.1 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. જ્યારે SSY પર 8.2 ટકા જેટલું વ્યાજ મળે છે. ટેક્સની બાબતમાં જૂની ટેક્સ સિસ્ટમમાં બે યોજનામાં રોકાણ કરવા પર છૂટ મળે છે અને વ્યાજ અને મેચ્યોરિટી રકમ પ ટેક્સ ફ્રી હોય છે. જોકે નવી ટેક્સ સિસ્ટમમાં રોકાણ પર છૂટ મળતી નથી, જોકે વ્યાજ અને મેચ્યોરિટી રકમ ટેક્સ ફ્રી રહે છે.
PPF એક સુરક્ષિત અને લાંબા ગાળાનો રોકાણ વિકલ્પ છે. જે દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે. તે SSY ખાસ કરીને દિકરીઓના ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવેલ યોજના છે. જેમાં વધારે વ્યાજનો ફાયદો મળે છે. એકંદરે જો તમે પણ આ યોજનામાં રોકાણ કરી રહ્યા છો તો આ સમય, નિયમ અને ટેક્સને લગતા ફાયદાને સમજીને રોકાણ કરવા જોઈએ, જેથી મહત્તમ ફાયદો મળી શકે.
