નાણાં મંત્રાલયનો મહત્વનો નિર્ણય, હવે સરકારી કર્મચારીઓએ ઈલેક્ટ્રિક વાહનની ખરીદી કરવી ફરજિયાત

EV Guidelines:દેશમાં 8માં પગાર પંચને લઈ ચર્ચા સાથે નાણાં મંત્રાલય દ્વારા મહત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. નાણાં મંત્રાલયે કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો માટે સરકારી કર્મચારીઓને ગાડીની ખરીદીને લગતા નવા અને કડક દિશા-સૂચન જાહેર કર્યાં છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 13 Nov 2026 01:56 PM (IST)Updated: Fri, 13 Nov 2026 01:56 PM (IST)
important-decision-by-the-ministry-of-finance-it-is-now-mandatory-for-government-employees-to-purchase-electric-vehicles

EV Guidelines:દેશમાં 8માં પગાર પંચને લઈ ચર્ચા સાથે નાણાં મંત્રાલય દ્વારા મહત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. નાણાં મંત્રાલયે કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો માટે સરકારી કર્મચારીઓને ગાડીની ખરીદીને લગતા નવા અને કડક દિશા-સૂચન જાહેર કર્યાં છે.

અલબત સરકારી મહેકમોમાં ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રાથમિકતા આપવામાં આવશે અને તે માટે NDPની સીમા વધારી સીધા રૂપિયા 20 લાખ નક્કી કરવામાં આવ્યા છે. એવી જ રીતે પરંપરાગત પેટ્રોલ, ડીઝલ અને હાઈબ્રિડ વ્હિકલ માટે આ મર્યાદા 10 લાખ કરવામાં આવી છે.

સરકારે આ અત્યંત મહત્વનું પગલું દેશમાં ઈલેક્ટ્રિક મોબિલિટીને ઝડપથી વધારવા, પર્યાવણને સુરક્ષિત રાખવા તથા અસ્મિભૂત ઈંધણ એટલે કે જીવાશ્મ ઈંધણ અંગે દેશની નિર્ભરતા ઓછી કરવાની દિશામાં અત્યંત મહત્વનું પગલું માનવામાં આવે છે. તેને લીધે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ જેવા પરંપરાગત ઈંધણના સ્રોતોના વપરાશને ઘટાડી શકાશે અને એનર્જીને લગતા ખર્ચમાં પણ કંઈક હસ્તક ઘટાડો કરી શકાશે.

મંત્રાલય અથવા વિભાગને એવું લાગે છે કે કોઈ ખાસ જરૂરિયાતના સંજોગોમાં જો ઈલેક્ટ્રિક ગાડીનો ઉપયોગ તે વ્યવહારિક નથી અને તેના પરંપરાગત પેટ્રોલ અથવા ડીઝલ ગાડીની ખરીદવાની છે તો તે માટે વિશેષ પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે.

આ સાથે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગ વ્યવહારિક નથી અને પરંપરાગત પેટ્રોલ અથવા ડીઝલ ગાડીની ખરીદી કરવી જરૂરી છે તેવા સંજોગોમાં આ માર્ગદર્શિકા પ્રમાણે વિશેષ પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી બને છે. આ સંજોગોમાં કેટલીક સ્પષ્ટતા કરવ જરૂરી છે અને ખાસ વાત એ છે કે સૂચિત ફક્ત સંબંધિત મંત્રાલય અથવા વિભાગના સચિવ પાસેથી પણ મંજૂરી મેળવવી જરૂરી બનશે. યોગ્ય સલાહ-મસલત બાદ ત્યારબાદ મંજૂરી અંગે નિર્ણય લેવામાં આવશે. સરકાર ઘરઆંગણે પરંપરાગત ઈંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવા માગે છે, જેથી ઈમ્પોર્ટ બિલને કંઈક હસ્તક ઘટાડી શકાય.