સાવધાન! 31 માર્ચ સુધી જો ના કર્યું આ કામ, તો બંધ થઈ જશે તમારું પાન કાર્ડ

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 10 Feb 2023 02:53 PM (IST)Updated: Fri, 10 Feb 2023 02:53 PM (IST)
if-the-pan-card-is-not-linked-with-the-aadhaar-card-by-march-31-it-will-be-closed

ટેક ડેસ્ક, PAN-Aadhaar linking mandatory: ઇન્કમટેક્સે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક (PAN-Aadhaar Linking is mandatory) કરાવવું ફરજિયાત કરી દીધું છે. સરકારની એડવાઇઝરી મુજબ, જો 31 માર્ચ 2023 પહેલાં બંને ડોક્યુમેન્ટને લિંક ના કરાવ્યા તો પાનકાર્ડ કેન્સલ થઈ જશે. જે બાદ ઇનકમટેક્સ ટેક્સ ભરવામાં અને તેને સંબંધિત અન્ય સેવાનો લાભ વ્યક્તિને મળશે નહીં.

IT વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, IT નિયમ મુજબ આ દરેક પાનધારકો માટે ફરજિયાત છે. જે મુજબ માર્ચ મહિના પહેલાં પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવું ફરજિયાત છે. 1 એપ્રિલ 2023થી અનલિંક પાનકાર્ડ કેન્સલ થઈ જશે. આધાર અને પાન લિન્કિંગ છે કે નહીં તે અંગે ઓનલાઇન અને SMS દ્વારા જાણી શકાય છે.

પાનકાર્ડને આધાર સાથે કેવી રીતે લિન્ક કરવું?
પાનકાર્ડને આધારકાર્ડ સાથે 2 રીતે લિન્ક કરી શકાય છે. પહેલી રીત એ છે કે, https://incometaxindiaefiling.gov.in દ્વારા પાનકાર્ડ લિન્ક કરાવી શકાય છે. તો બીજી રીત SMS દ્વારા ઉપયોગ કરાવી શકાય છે.

SMS દ્વારા લિન્ક કરાવો પાનકાર્ડ આધારકાર્ડ સાથે
સૌથી પહેલાં UIDPAN ફોર્મેટમાં એક મેસેજ ટાઇપ કરો. આ પછી તેને રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 56161 અથવા 567678 પર મેસેજ મોકલો. દા.ત. તમારો આધાર નંબર XXXXXXXX1487 છે અને પેન નંબર ABCDE1234X છે. તો UIDPAN XXXXXXXX1487 ABCDE1234X ટાઇપ કરો અને 56161 અથવા 567678 પર મોકલી દો. આ પછી તમને આધારકાર્ડ સાથે લિન્ક કરવા માટે એક કન્ફર્મેશન મેસેજ મળશે.

ઇ-ફાઇલિંગ પોર્ટલ દ્વારા આ રીતે લિન્ક કરો
સૌથી પહેલાં ઇ ફાઇલિંગ પોર્ટલ પર જાવ https://incometaxindiaefiling.gov.in/. વેબસાઇટ પર રજિસ્ટર કરો. આ માટે તમારો પાન નંબર જ યૂઝર આઇડી હશે. આ પછી યૂઝર આઈડી, પાસવર્ડ અને જન્મતારીખ નાખી લોગઇન કરો. હવે એક પોપ-અપ વિન્ડો જોવા મળશે. જે તમને તમારા પાનને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાનું કહેશે. જો વિન્ડોમાં જોવા ના મળે તો, મેનૂ બાર પર પ્રોફાઇલ સેટિંગ્સ પર જાવ અને લિંક આધાર પર ક્લિક કરો.

હવે સ્ક્રીન પર પાનકાર્ડને આધારકાર્ડ સાથે વેરિફાઇ કરો. આ પછી લિન્ક નાઉ બટન પર ક્લિક કરો. હવે એક પોપ-અપ મેસેજ દ્વારા તમને નોટિફિકેશન મળશે. જેમાં તમને જણાવવામાં આવશે કે, તમારું પાનકાર્ડ લિન્ક થઈ ગયું છે કે નહીં. તમારા પાન અને આધારને લિન્ક કરાવવા માટે https://www.utiitsl.com/ અથવા https://www.egov-nsdl.co.in/ પરથી પણ કરી શકો છો.