Aadhaar card A to Z Process:વર્તમાન સમયની ભાગદોડ વચ્ચે આપણા દૈનિક કામકાજમાં આધાર એ આપણો મહત્વનો ભાગ બની ગયું છે. બેંકમાંથી પૈસા ઉપાડવા અથવા અન્ય કોઈ પ્રકારના ફોર્મ ભરવા આધાર કાર્ડની જરૂર પડે છે. જોકે ઘણી વખત જોવા મળ્યું છે કે લોકો આધાર કાર્ડ ગુમ થઈ જાય અથવા તો ક્યાંક પડી જાય અને તેની કોઈ માહિતી ન હોય તેવું બની શકે છે.
આ સ્થિતિમાં લોકો સામે એવો પ્રશ્ન થાય છે કે જો કાર્ડ ચોરી થઈ જાય અથવા ખોવાઈ જાય તો ફરીથી તે હાંસલ કરી શકાય છે કે નહીં. ચાલો જાણીએ સ્ટેપ-બાઈ સ્ટેપ આ અંગેની માહિતી. જે તમને ફરીથી આધાર કાર્ડ અપાવવામાં મદદ કરી શકે છે.
આ પણ વાંચો
ઘણી વખત જોવા મળે છે કે કેટલાક લોકોનાઆધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોતો નથી. આ સાથે કેટલાક લોકો તેમના આધાર નંબર યાદ ન રહે અથવા તો ક્યાંક નોંધ પણ ન કરી હોય તેવું બની શકે છે. ત્યારબાદ તમારે સરળતાથી E-Aadhaar મળી જશે. આ માટે તમારે રૂપિયા 30ની ફી ચુકવવાની રહેશે. જો તમારો મોબાઈલ નંબર, આધાર સાથે લિંક હોય તો તમે સરળતાથી ઘરે બેઠા નવું આધાર ડાઉનલોડ કરી શકો છો.
જાતે જ કેવી રીતે કરશો આધાર ડાઉનલોડ
- સ્ટેપ 1- સૌથી પહેલા તમારે UIDAIની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે.
- સ્ટેપ 2- હવે અહીં 'My Aadhaar'સેક્શન પર જાઓ
- સ્ટેપ-3- ત્યારબાદ તમારે 'Retrieve Lost Or Forgotten UID/EID પર ક્લિક કરવાનું રહેશે.
- સ્ટેપ-4- હવે અહીં માંગવામાં આવેલ માહિતી જેમ કે નામ, જન્મ તારીખ અને આધાર સાથે લિંક મોબાઈલ નંબર અથવા ઈમેલ આપવાનો રહેશે.
- સ્ટેપ-5-તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા ઈમેલ પર એક OTP આવશે. આ OTP અહીં નોંધો.
- સ્ટેપ-6- OTP નોંધતી વખતે તમારા આધાર સાથે સંકળાયેલ દરેક વિગત જોવા મળશે.
- સ્ટેપ-7- આ સાથે જ તમારા આધારને તમારા આપવામાં આવેલા ઈમેલ પર મોકલી શકશો.
