Hyundai Alcazar 2024: નવી ડિઝાઇન સાથે લોન્ચ થઈ અલ્કાઝર, જાણો કિંમત અને શાનદાર ફીચર્સ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 10 Sep 2024 02:49 PM (IST)Updated: Tue, 10 Sep 2024 02:49 PM (IST)
hyundai-alcazar-facelift-2024-launched-in-india-price-specification-design-colours-mileage-safety-features-and-more-full-details-inside

Hyundai Alcazar 2024 Price: હ્યુન્ડાઈ (Hyundai) એ ભારતીય માર્કેટમાં અલ્કાઝર (Alcazar) નું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરી દીધું છે. હ્યુન્ડાઈ અલ્કાઝર ફેસલિફ્ટ મોડલનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે જાણો હ્યુન્ડાઈની આ નવી SUVની કિંમત કેટલી છે અને આ કારમાં ક્યા ખાસ ફીચર્સ આપવામાં આવ્યા છે.

Hyundai Alcazar 2024 Price

  • હ્યુન્ડાઈ અલ્કાઝરના પેટ્રોલ વેરિઅન્ટની કિંમત 14 લાખ 99 હજાર રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે.
  • ડીઝલ વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 15 લાખ 99 હજાર રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
  • હ્યુન્ડાઈની ઓફિશિયલ સાઇટ અથવા નજીકના હ્યુન્ડાઇ ડીલરનો સંપર્ક કરીને 25 હજારની બુકિંગ રકમ ચૂકવીને આ SUV અલ્કાઝરને બુક કરાવી શકાય છે.

Hyundai Alcazar 2024 Facelift - ડિઝાઇન

  • ન્યૂ અલ્કાઝરમાં 18 ઇંચના એલોય વ્હીલ્સ અને રૂફ રેલ્સ છે.
  • ન્યૂ અલ્કાઝર ફેસલિફ્ટ મોડલમાં H શેપ LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ એટલે કે DRL આપવામાં આવેલ છે.
  • આ ન્યૂ અલ્કાઝરમાં 6 અને 7 સીટર ઓપ્શન મળશે.
  • ન્યૂ અલ્કાઝરના ફ્રન્ટમાં મોટી ગ્રીલ આપવામાં આવી છે, બમ્પરમાં સિલ્વર ટ્રીમથી ઘેરાયેલું સેન્ટ્રલ એર ઇન્ટેક છે.

Hyundai Alcazar 2024 Facelift - ફીચર્સ

  • ન્યૂ અલ્કાઝરમાં NFC ટેક્નોલોજી સાથે ડિજિટલ કી આપવામાં આવી છે.
  • આ ફીચર દ્વારા ગ્રાહકો ડોર હેન્ડલ પર ફોનને ટચ કરતાની સાથે જ કારને અનલોક કરી શકશે.
  • આ ડિજિટલ કી એકસાથે 7 લિંક કરેલ ડિવાઈસ અને 3 જુદા જુદા યૂઝર્સ સાથે શેર કરી શકાય છે.
  • ન્યૂ અલ્કાઝરમાં 10.25 ઈંચનું ડ્રાઈવર ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવેલ છે.
  • આ ટ્વીન-સ્ક્રીન સેટઅપ સાથે 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ મળશે.
  • જે મલ્ટી-લેંગ્વેજ UI ડિસ્પ્લે અને ઇન-બિલ્ટ નેવિગેશન સપોર્ટ સાથે મળશે.
  • આ કારમાં ડ્યુઅલ-ઝોન ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ ફીચર છે, એટલે કે ફ્રન્ટ સીટ પર બેઠેલા બંને લોકો પોતપોતાના હિસાબે ACનું તાપમાન કંટ્રોલ કરી શકે છે.
  • કારમાં બ્લુલિંક એપ સાથે કનેક્ટ થવા પર ગ્રાહકોને 70થી વધુ કનેક્ટેડ કાર ફીચર્સ મળશે.
  • આ SUVને હિન્દી અને હિંગ્લિશ ભાષા સપોર્ટ, રેઈન સેન્સિંગ વાઈપર્સ, મેગ્નેટિક પેડ, સેકેન્ડ રોમાં બેસનાર માટે વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ, વૉઇસ-એનેબ્લડ પેનોરેમિક સનરૂફ અને 8 સ્પીકર બોસ પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ મળશે.
  • શાનદાર ડ્રાઇવિંગ એક્સપીરિયન્સ માટે, ત્રણ ડ્રાઇવ મોડ્સ પણ ઉપલબ્ધ હશે - ઇકો, નોર્મલ અને સ્પોર્ટ.
  • નવા અલ્કાઝરમાં સેન્ડ, સ્નો અને મડ જેવા ટ્રેક્શન મોડ આપવામાં આવ્યા છે.

સેફ્ટી ફીચર્સ

  • ન્યૂ અલ્કાઝરના ટોપ મોડલને લેવલ 2 ADASમાં 19 સેફ્ટી ફીચર્સનો સપોર્ટ મળશે.
  • આ કારમાં 70થી વધુ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.
  • આ SUVના તમામ વેરિઅન્ટમાં 40 સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ, હિલ ડિસેન્ટ અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ છે.

એન્જિન ડિટેલ્સ

  • આ SUVમાં ISG સાથે 1.5 લિટર ટર્બો GDI પેટ્રોલ એન્જિન આપવામાં આવેલ છે, જે 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ DCT ટ્રાન્સમિશન સાથે મળે છે.
  • પેટ્રોલ એન્જિન 17.5kmph (મેન્યુઅલ) અને 18kmpl (DCT વેરિઅન્ટ) માઇલેજ આપે છે.
  • ISG સાથે 1.5 લિટર U2 CRDi ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે.
  • ડીઝલ વેરિઅન્ટ 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે મળશે.
  • ડીઝલ (ઓટોમેટિક) વેરિઅન્ટ એક લિટર તેલમાં 18.1kmpl માઇલેજ આપશે.