8th Pay Commission:પગાર વધવાનો ક્યારથી શરૂ થશે? 8માં પગાર પંચ અંગે સામે આવ્યો મોટો ખુલાસો

8માં પગાર પંચનો અહેવાલ મે 2027 સુધીમાં આવવાની અપેક્ષા છે, પરંતુ પગાર વધારો તરત જ શરૂ થશે નહીં. સરકાર ભલામણોની સમીક્ષા કરી અમલની તારીખ નક્કી કરશે, 1 જાન્યુઆરી 2026 સંભવિત છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 15 Aug 2026 04:37 PM (IST)Updated: Sat, 15 Aug 2026 04:37 PM (IST)
how-much-longer-to-wait-for-a-salary-hike-major-revelation-regarding-the-8th-pay-commission

8th Pay Commission:સરકાર કર્મચારીઓ અને પેન્શનર્સ માટે 8માં પગાર પંચ અંગે મહત્વની માહિતી સામે આવી છે. પંચ તરફથી તેની ભલામણો આપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ રીતે પંચના અહેવાલ મે 2027 સુધી આવે તેવી આશા છે.

જોકે આ અહેવાલ આવવાનો અર્થ એવો નથી કે તે સમયે કર્મચારીઓના પગારમાં વધારો થવાનું શરૂ થઈ જશે. અહેવાલ બાદ સરકાર સંબંધિત ભલામણો અંગે યોગ્ય સમીક્ષા કરશે અને ત્યારબાદ લાગુ કરવાનો નિર્ણય કરશે.

સરકારે 3 નવેમ્બર 2025ના રોજ 8માં પગાર પંચની રચના કરી હતી. પંચને કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થા, પેન્શન અને અન્ય સેવાઓ શરતો સાથે જોડવા માટે ભલામણ કરવામાં આવી હતી. પંચને આ માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ માટે મે 2027માં આ અહેવાલ માટે મહત્વની સમયસીમા નક્કી કરી છે. અત્યારે તો પંચ કર્મચારી સંગઠનો, પેન્શનર્સ, યુનિયનો અને અન્ય હિતધારકો સાથે વાતચીત કરી રહી છે.

અહેવાલ આવ્યા બાદ શું થશે

સૌથી મહત્વની વાત એ છે કે અહેવાલની તારીખ અને પગાર વધવાની તારીખ અલગ અલગ હોઈ શકે છે. પંચ જ્યારે તેનો અહેવાલ સરકારને સોંપશે ત્યારબાદ સરકાર ભલામણોની સમીક્ષા કરશે. સરકાર આ બાબત નક્કી કરશે કે પંચની કઈ-કઈ ભાલમણો સ્વીકાર કરવાની છે. ત્યારબાદ આર્થિક જોગવાઈ કરવામાં આવશે અને ત્યારબાદ નવા પગાર, ભથ્થા અને પેન્શન લાગુ કરવાની પ્રક્રિયા શરૂ થશે.

આ માટે કર્મચારીઓએ એવું ન માનવું જોઈએ કે મે, 2027માં અહેવાલ આવવા સાથે ત્યારપછીના મહિનાથી જ પગાર વધારો શરૂ થઈ જશે. 

1લી જાન્યુઆરી 2026થી લાગુ થશે તે કેટલી યોગ્ય વાત છે

8માં પગાર પંચને લઈ 1લી જાન્યુઆરી 2026થી પગાર રિવાઈઝ થવાની વાત લાંબા સમયથી ચર્ચામાં છે. તેને લીધે સામાન્ય રીતે કેન્દ્રીય પગાર પંચ આશરે 10 વર્ષના અંતરાલ બાદ લાગુ થાય છે. જોકે, સરકારે હજુ સુધી એ બાબત સ્પષ્ટ કરી નથી કે 8માં પગાર પંચની ભાલમણો કઈ તારીખથી લાગુ થશે. નાણાં મંત્રાલયે સંસદમાં કહ્યું છે કે લાગુ કરવાની તારીખ સરકાર નક્કી કરશે.

માટે અત્યારે 1 જાન્યુઆરી 2026ના રોજ સંભવિત અસરની તારીખ તરીકે જોઈ શકાય છે. જોકે અંતિમ નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી. માટે અત્યારે તો 1લી જાન્યુઆરી 2026ના રોજ સંભવિત અસરકર્તા તારીખ તરીકે જોઈ શકાય છે. જોકે આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.