HDFC Bank News: HDFC Bank દ્વારા ડિજિટલ રૂપિયા (CBDC)ના એવા અનેક યુઝ કેસ રજૂ કરવામાં આવ્યા છે જે કન્ઝ્યુમરોના દૈનિક અનુભવો તેમજ કૉર્પોરેટ ઉપયોગોમાં ભારતની સોવરિન ડિજિટલ કરન્સીની વધતી જતી પ્રાસંગિકતાને દર્શાવે છે.
HDFC Bankના બ્રાન્ચ બેન્કિંગ, પેમેન્ટ્સ, ટ્રેઝરી, લાયેબિલિટી પ્રોડક્ટ્સ, માર્કેટિંગ, વર્ચ્યુઅલ ચેનલ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગ્રૂપ હેડ આશિષ પાર્થસારથીએ જણાવ્યું હતું કે ડિજિટલ રૂપિયા સાર્વભૌમ નાણાંની વિશ્વસનીયતા સાથે પ્રોગ્રામેબિલિટી, પારદર્શકતા અને વધુ મજબૂત નિયંત્રણોનું સંયોજન કરે છે. આ યુઝ કેસ રીટેઇલ અને હૉલસેલ માર્કેટમાં ચોક્કસ હેતુલક્ષી ચૂકવણીઓ, નિયમનકારી અનુપાલન અને ઑડિટેબિલિટી સંબંધિત ઊભરતી જરૂરિયાતોને પૂરી કરે છે.
આ રજૂઆત અંગે ટિપ્પણી કરતાં HDFC Bankના સીનિયર EVP રજનીશ પ્રભુએ જણાવ્યું હતું કે ડિજિટલ રૂપિયાની સ્વીકૃતિનો આગામી તબક્કો તેના વ્યાપ અને રોજિંદા ઉપયોગ દ્વારા આગળ વધશે. યુપીઆઈ, મર્ચન્ટ એક્સેપ્ટન્સ, રીવૉર્ડ્સ, કર્મચારીને મળતાં લાભ અને ઑફલાઇન ચૂકવણી જેવી પરિચિત સુવિધાઓમાં CBDCને સામેલ કરીને અમે ગ્રાહકો અને બિઝનેસ માટે રોજિંદા જીવનમાં ડિજિટલ રુપીનો ઉપયોગ સરળ બનાવી રહ્યા છીએ અને સાથે-સાથે પ્રોગ્રામેબલ પેમેન્ટ્સ માટે નવી શક્યતાઓ પણ ઊભી કરી રહ્યા છીએ.
1. ક્રેડિટ કાર્ડ રીવૉર્ડ પોઇન્ટ રીડમ્પશન: ટૂંક સમયમાં ક્રેડિટ કાર્ડના રીવૉર્ડ પોઇન્ટ્સને કોઈપણ બ્રાન્ડ-સ્પેસિફિક રીવૉર્ડ વાઉચરની જેમ ડિજિટલ રૂપિયા સામે રીડીમ કરી શકાશે.
2. કસ્ટમર પ્રમોશનમાં ગિફ્ટ વાઉચર્સ: પ્રમોશનલ કેમ્પેઇનમાં ડિજિટલ રૂપિયાના ગિફ્ટ વાઉચર્સનો સમાવેશ કરવામાં આવશે અને ગ્રાહકો દ્વારા યોગ્ય શરતો પૂરી કરવા પર બેંક તેને આપમેળે એક્ટિવેટ કરી શકશે. એક્ટિવેટ થયા બાદ, આ વાઉચર સીધું ગ્રાહકના એચડીએફસી બેંક ડિજિટલ રુપી વૉલેટમાં જમા થઈ જશે, જેને મર્ચન્ટની વિવિધ કેટેગરીમાં કોઈપણ યુપીઆઈ ક્યૂઆર કૉડ સ્કેન કરીને ખર્ચી શકાશે.
3. કર્મચારીઓના ભથ્થાં અને ભરપાઈ માટે ડિજિટલ રુપી કૉર્પોરેટ પોર્ટલ: સંસ્થાઓ ટૂંક સમયમાં એચડીએફસી બેંકમાં રહેલા તેમના કૉર્પોરેટ નેટ-બેન્કિંગ પ્લેટફૉર્મનો ઉપયોગ કરીને પોતાની જાતે કર્મચારીઓના ભોજન, ફ્યુઅલ અને મુસાફરીના ભથ્થાંને સીધા ડિજિટલ રુપીમાં ચૂકવી શકશે.
4. BHIM મારફતે વ્યાપક ઍક્સેસ: HDFC Bankના ડિજિટલ રુપી વૉલેટ્સ BHIM પર ઉપલબ્ધ હશે, જેના માધ્યમથી ગ્રાહકો પોતાના સીબીડીસી વૉલેટમાંથી સીધું યુપીઆઈ-સ્ટાઇલ પેમેન્ટ કરી શકશે.
5. ફ્લાઇટમાં ચૂકવણી કરવા માટે ઑફલાઇન CBDC: CBDCને ટેરેસ્ટ્રિયલ કનેક્ટિવિટીથી આગળ વધારવાથી, ગ્રાહકો ટૂંક સમયમાં ફ્લાઇટમાં ખાણી-પીણી અથવા સીટ અપગ્રેડ કરવા માટે HDFC Bankના POS ડીવાઇઝ પર પોતાનો ફોન ટૅપ કરીને ચૂકવણી કરી શકશે.
