HDFC Gold ETF Fund: HDFC એસેટ મેનેજમેન્ટ કંપની (AMC)એ તેના ગોલ્ડ અને સિલ્વર ફંડ( Gold & Silver Fund)માં નવા રોકાણને સ્વીકારવાનું બંધ કરી દીધુ છે. તેનાથી કોમોડિટી આધારિત આ સ્કીમમાં આવતા નવા રોકાણને હંગામી ધોરણે અટકાવવામાં આવ્યા છે. જ્યારે વર્તમાન રોકાણકાર તેમાં રોકાણને જાળવી રાખી શકશે.
આ નિર્ણય લમ્પ-સમ ઈન્વેસ્ટમેન્ટ અને નવા SIP રજિસ્ટ્રેશન બન્ને પર લાગુ થાય છે.જોકે વર્તમાન સમયમાં જે રોકાણકારો પહેલાથી રજિસ્ટ્રેશન કરાવેલ છે તેઓ પોતાની SIP નિર્ધારિત સમય માટે જાળવી શકે છે.
સૂચિત સ્કીમ(Scheme Manages Assets) આશરે રૂપિયા 1,250 કરોડની એસેટનું મેનેજમેન્ટ કરે છે, જેમાં HDFC AMCની આશરે રૂપિયા 6.8 લાખ કરોડની કૂલ એસેટ આધાર ધરાવે છે અને તે એક અપેક્ષાકૃત નાનું બનાવે છે.
નવા રોકાણ હવે સ્થગિત થયા
આ ફંડ કે જેમાં સોના અને ચાંદી (Gold And Silver) બન્નેમાં રોકાણની તક આપે છે, અગાઉથી તમામ કેટેગરીમાં રોકાણો માટે ખુલ્લુ હતું. તાજેતરના આ નિર્ણયને પગલે આગામી સૂચના ન મળે ત્યા સુધી નવા રોકાણોને સ્વીકારવામાં આવશે નહીં.
આ સ્કીમ ગોલ્ડ અને સિલ્વર સાથે સંકળાયેલ રોકાણો વચ્ચે લગભગ સમાન રીતે એલોકેશન જાળવી રાખે છે, જેથી તે પરંપારગત મ્યુચ્યુઅલ ફંડો(Conventional Mutual Funds)ની તુલનામાં કોમોડિટીની કિંમતોમાં જે વધઘટ થાય છે તે પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે.
વર્તમાન રોકાણકારો રોકાણ જાળવી રાખી શકે છે
અલબત HDFC તરફથી જે નિયંત્રણો આવ્યા છે તેની વર્તમાન રોકાણકારો કે યુનિટધારકોને કોઈ અસર થશે નહીં. જે રોકાણકારોની પાસે આ સ્કીમમાં અત્યારે યુનિટ્સ છે તેઓ પોતાના રોકાણને જાળવી રાખી શકે છે. જ્યારે પહેલાથી જ રજિસ્ટર્ડ SIP પણ એક્ટિવ રહેશે. રિડેમ્પશન તથા ઉપાડની સુવિધા પણ સામાન્ય રીતે જાળવી રાખવામાં આવે તેવી આશા છે.
મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીઝમાં આ પ્રકારના નિયંત્રણો કોઈ અસામાન્ય બાબત નથી. અને ફંડ હાઉસ અવાર-નવાર ફંડના કદ, લિક્વિડિટી,પોર્ટફોલિયો બનાવવા અથવા ટ્રેકિંગની કુશળતાને મેનેજ કરવા માટે કરે છે.
