Gujarat Bank Holidays January 2026: ગુજરાતમાં જાન્યુઆરીમાં 8 દિવસ બેંકો રહેશે બંધ, બેંક જતાં પહેલા ચેક કરી લો રજાઓનું લિસ્ટ

Gujarat Bank Holidays January 2026: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા હોલિડે કેલેન્ડર મુજબ, જાન્યુઆરી મહિનામાં દેશભરમાં અલગ-અલગ ઝોનમાં કુલ 16 દિવસ બેંકો બંધ રહેશે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 31 Dec 2025 03:53 PM (IST)Updated: Wed 31 Dec 2025 03:53 PM (IST)
gujarat-bank-holidays-january-2026-banks-closed-for-8-days-check-rbi-holiday-list-665447

Gujarat Bank Holidays January 2026: વર્ષ 2026 ના પ્રારંભ સાથે જ જાન્યુઆરી મહિનામાં બેંકિંગ કામકાજ પર તહેવારો અને જાહેર રજાઓની અસર જોવા મળશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા હોલિડે કેલેન્ડર મુજબ, જાન્યુઆરી મહિનામાં દેશભરમાં અલગ-અલગ ઝોનમાં કુલ 16 દિવસ બેંકો બંધ રહેવાની છે. જોકે, ગુજરાતના બેંક ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં કુલ 8 દિવસ જ રજા રહેશે.

જો તમે જાન્યુઆરી માસમાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામનું આયોજન કરી રહ્યા હોવ, તો ધક્કો ખાવાથી બચવા માટે રજાઓની આ યાદી તપાસવી ફાયદાકારક રહેશે.

ગુજરાતમાં જાન્યુઆરીમાં ક્યારે બંધ રહેશે બેંકો? (Gujarat Bank Holidays in January 2026)

ગુજરાતમાં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક પર્વ અને સાપ્તાહિક રજાઓ (રવિવાર અને બીજો-ચોથો શનિવાર) મળીને કુલ 8 દિવસ બેંકોમાં તાળાં લટકશે. રજાઓની તારીખવાર વિગત નીચે મુજબ છે:

  • 4 જાન્યુઆરી (રવિવાર): સાપ્તાહિક રજા
  • 10 જાન્યુઆરી (શનિવાર): બીજો શનિવાર
  • 11 જાન્યુઆરી (રવિવાર): સાપ્તાહિક રજા
  • 14 જાન્યુઆરી (બુધવાર): ઉત્તરાયણ/મકરસંક્રાંતિ (અમદાવાદ સહિત રાજ્યભરમાં રજા)
  • 18 જાન્યુઆરી (રવિવાર): સાપ્તાહિક રજા
  • 24 જાન્યુઆરી (શનિવાર): ચોથો શનિવાર
  • 25 જાન્યુઆરી (રવિવાર): સાપ્તાહિક રજા
  • 26 જાન્યુઆરી (સોમવાર): ગણતંત્ર દિવસ (રાષ્ટ્રીય રજા)

રાજ્યો મુજબ અલગ-અલગ હોય છે રજાઓ

RBI ની ગાઇડલાઇન મુજબ, બેંકની રજાઓ જે-તે રાજ્યના સ્થાનિક તહેવારો અને પ્રાદેશિક મહત્વના દિવસો પર આધારિત હોય છે. તેથી ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં રજાઓની યાદી અલગ હોઈ શકે છે. સચોટ માહિતી માટે ગ્રાહકો RBI ની સત્તાવાર વેબસાઇટ પર જઈને યાદી ચકાસી શકે છે.

ગ્રાહકો માટે ઓનલાઇન સેવાઓ ચાલુ રહેશે

બેંક હોલીડે દરમિયાન શાખાઓ બંધ હોવા છતાં, ગ્રાહકોને આર્થિક વ્યવહારોમાં કોઈ અડચણ નહીં આવે. ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ જેમ કે મોબાઈલ બેંકિંગ, નેટ બેંકિંગ, UPI અને ATM સેવાઓ 24x7 રાબેતા મુજબ કાર્યરત રહેશે.