ગ્રૂ સોલરે NTPC રિન્યૂએબલ એનર્જી લિમિટેડ પાસેથી 2,000 કરોડનો 1,464.5 MW સોલર મોડ્યુલ સપ્લાય કરવાનો ઓર્ડર મેળવ્યો

ભારત સરકારે વર્ષ 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણોમાંથી પેદા થતી વીજઉત્પાદનની ક્ષમતા 500 GW (ગીગાવોટ) કરવાનો રાષ્ટ્રીય મહત્વપૂર્ણ લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Tue 30 Dec 2025 12:04 PM (IST)Updated: Tue 30 Dec 2025 12:04 PM (IST)
grew-solar-collects-order-from-ntpc-renewable-energy-limited-to-supply-1464-5-mw-solar-modules-worth-rs-2000-crore-664605

અમદાવાદ: ભારત સરકારે વર્ષ 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણોમાંથી પેદા થતી વીજઉત્પાદનની ક્ષમતા 500 GW (ગીગાવોટ) કરવાનો રાષ્ટ્રીય મહત્વપૂર્ણ લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેના પગલે દેશમાં સ્વચ્છ ઊર્જાની પૃષ્ઠભૂમિ ઝડપથી આગેકૂચ કરી છે અને વર્ષ 2040 સુધી દેશ ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર કે સ્વતંત્ર થવા આતુર છે. એટલું જ નહીં, દેશ વર્ષ 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાંથી સંપૂર્ણપણે મુક્ત (નેટ-ઝીરો) થવાનો લક્ષ્યાંક પણ ધરાવે છે. પર્યાવરણને અનુકૂળ સ્વચ્છ ઊર્જા તરફ આ રાષ્ટ્રીય આગેકૂચને વેગ આપવા ભારતની સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી સોલર પીવી (ફોટો વોલ્ટેઇક) ઉત્પાદક કંપનીઓ પૈકીની એક GREW સોલરે NTPC રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (NTPC REL) પાસેથી ઉત્તરપ્રદેશમાં વિવિધ સ્થાનોમાં અંદાજે 1,464.5 MW (મેગાવોટ) વીજળીનું ઉત્પાદન કરવા ઉચ્ચ કાર્યદક્ષતા ધરાવતા સોલર પીવી મોડ્યુલ્સનો પુરવઠો પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. આ સંપૂર્ણ કોન્ટ્રાક્ટનું કુલ મૂલ્ય અંદાજે ₹2,028.33 કરોડ છે, જે NTPC RELના હાલના રિન્યૂએબલ એનર્જી પ્રોગ્રામ અંતર્ગત GREW સોલરને સૌથી મોટી મોડ્યુલ સપ્લાય પાર્ટનર બનાવે છે.

GREW સોલર અદ્યતન, ઉચ્ચ કાર્યદક્ષતા ધરાવતા સોલર પીવી મોડ્યુલ્સનો પુરવઠો પૂરો પાડશે, જેને વિવિધ સાઇટ પર સ્થાપિત કરવા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ધારાધોરણો અને અદ્યતન ઉત્પાદન ટેકનોલોજીનું પીઠબળ છે. આ પ્રોજેક્ટ NTPC RELના રિન્યૂએલ એનર્જી એટલે કે અક્ષય ઊર્જાની ક્ષમતા વધારવામાં ટેકો આપવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે તેમજ સાથે સાથે ભારતના સ્વચ્છ ઊર્જા તરફ આગેકૂચ કરવાના અને કાર્બનનાં ઉત્સર્જનમાંથી મુક્ત થવાના ઉદ્દેશોને પાર પાડવા આગળ વધવામાં મદદ કરશે.

આ સમજૂતી પર GREW સોલરના સીઇઓ અને ડાયરેક્ટર શ્રી વિનય થડાનીએ કહ્યું હતું કે, “NTPC રિન્યૂએબલ એનર્જી લિમિટેડ સાથે ભાગીદારી ભારતની સૌથી વધુ મહત્વપૂર્ણ સોલર પહેલ પૈકીની એક છે, જે અમારી ટેકનોલોજી અને પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય પ્રત્યે સહિયારી કટિબદ્ધતામાં વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. GREW સોલરમાં અમે દરેક પ્રોજેક્ટને સપ્લાય ઓર્ડરથી વિશેષ રીતે જોઈએ છીએ, તેને અમે સંકલન, સટિકતા અને ઉદ્દેશ સાથે વીજક્ષેત્રમાં પ્રગતિ માટે અમારી જવાબદારી ગણીએ છીએ. આત્મનિર્ભર ઉત્પાદન અને નવીનતાથી સંચાલિત સોલર સમાધાનો તરફ ઝડપથી આગળ વધવાના રાષ્ટ્રીય લક્ષ્યાંકને સુસંગત રીતે અમે આત્મનિર્ભર ભારત વિઝનની આગેકૂચમાં કટિબદ્ધ છીએ અને ભારતની રિન્યૂએબલ ઇકોસિસ્ટમને મજબૂત કરીએ છીએ. આ જોડાણ દેશની સ્વચ્છ ઊર્જાની પૃષ્ઠભૂમિને દિશા આપવામાં અમારી કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે, જેમાં નવીનતા અને અસર વચ્ચે તાલમેળ જોવા મળે છે.”

આ ઓર્ડર GREW સોલર માટે નિર્ણાયક ક્ષણે આવ્યો છે, કારણ કે કંપની ઉચ્ચ અને અસરકારક કામગીરી ધરાવતા સોલર મોડ્યુલ્સ માટેની વધતી રાષ્ટ્રીય માગ સાથે તાલમેળ જાળવવા પોતાની ઉત્પાદન કામગીરી વધારી રહી છે. GREW સોલર ભારતની રિન્યૂએબલ ઉત્પાદન ઇકોસિસ્ટમને આગળ વધારવાનું જાળવી રાખવાની સાથે દેશના આત્મનિર્ભર ભારત વિઝનમાં પણ પ્રદાન કરશે.