Strong Flare From Sun: NASA-સૂર્ય પરના પૃથ્વી કરતાં 10 ગણા વિશાળ સનસ્પોટમાંથી નિકળી રહી છે ખતરનાક સોલર ફ્લેર, શું ધરતીને છે કોઈ ખતરો?

1 ડિસેમ્બર,2025ના રોજ NASAના સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી(Solar Dynamics Observatory)એ સૂર્ય પર એક મોટું સ્પોટ જોયું હતું, જેને એક્ટિવ રિજન (AR) 4294-96 તરીકે ઓળખવામાં આવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 03 Dec 2025 06:53 PM (IST)Updated: Wed 03 Dec 2025 06:53 PM (IST)
strong-flare-from-sun-nasa-warning-dangerous-solar-flare-is-there-danger-for-earth-649016

Strong Flare From Sun: સૂર્યની સપાટી (Surface Of The Sun)પર પૃથ્વી કરતાં 10 ગણો વિશાળ સનસ્પોટ (Sunspot) જોવા મળ્યો છે. અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તે આગામી સપ્તાહોમાં કેટલીક ગંભીર કહી શકાય તેવી મજબૂત સોલર ફ્લેર્સ (સૌર જ્વાળાઓ)નું સર્જન કરી શકે છે.

આ સૌર જ્વાળા તેજસ્વી ઓરોરા, રંગબેરંગી ઉત્તરીય લાઇટ્સ ઉત્પન્ન કરી શકે છે, જે તેમના સામાન્ય સ્થાનોથી ઘણી આગળ વધી શકે છે, તે અનેક દક્ષિણ પ્રદેશોમાં લોકોને જોવાની દુર્લભ તક મળી શકે છે.

1 ડિસેમ્બર,2025ના રોજ NASAના સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી(Solar Dynamics Observatory)એ સૂર્ય પર એક મોટું સ્પોટ જોયું હતું, જેને એક્ટિવ રિજન (AR) 4294-96 તરીકે ઓળખવામાં આવે છે. આ છેલ્લા દસ વર્ષમાં નોંધાયેલો આ સૌથી મોટો સોલરસ્પોટ છે અને એવું માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં વધુ સૌર જ્વાળાઓ ઉત્પન્ન થશે.

તે દિવસે જ સેટેલાઈટ્સ X1.9-તીવ્રતાનો અત્યંત શક્તિશાળી સૌર જ્વાળા રેકોર્ડ કર્યો હતો. SpaceWeather.com પ્રમાણે આ જ્વાળા ખૂબ જ મજબૂત હતી, તેમ છતાં તે મોટા સ્થળથી નહીં પરંતુ નાના સૂર્યસ્પોટ AR 4295થી ઉદ્ભવી હતી.

સૌર જ્વાળાઓ(Solar Flares) ઇલેક્ટ્રોમેગ્નેટિક ઊર્જાના અત્યંત તીવ્ર વિસ્ફોટો છે. X-ક્લાસ જ્વાળાઓ સૌથી શક્તિશાળી છે અને પૃથ્વીના આયનોસ્ફિયરને અસર કરીને ઉચ્ચ-આવર્તન રેડિયો સંચાર(Radio Communications)ને વિક્ષેપિત કરી શકે છે.

1 ડિસેમ્બરના રોજ X1.9-ક્લાસની ફ્લેરને કારણે ઓસ્ટ્રેલિયામાં લગભગ 30 મિનિટ માટે રેડિયો બ્લેકઆઉટ થઈ ગયું હતું, જેના કારણે ઉડ્ડયન અને દરિયાઈ સંદેશાવ્યવહાર પર અસર પડી હતી.