HRA Claim Rules:કેન્દ્રીય સરકારી કર્મચારીઓના પગારનો એક મહત્વનો ભાગ HRA એટલે કે મકાન ભાડા ભથ્થુ(House Rent Allowance) છે. કેન્દ્રીય કર્મચારીથી જો HRA ક્લેમ કરવામાં કોઈ ભૂલ થઈ જાય તો આ બાબત મુશ્કેલી સર્જી શકે છે. Staff Newsના અહેવાલ પ્રમાણે નાણાં પ્રધાનના ખર્ચ વિભાગે HRAના દાવા, પ્રમાણપત્ર અને ચુકવણીને લઈ દિશા-સૂચન સ્પષ્ટ કરવામાં આવ્યા છે.
તે અંતર્ગત કર્મચારીને પ્રથમ વખત HRAને લગતા દાવા કરતી વખતે નિર્ધારિત પ્રમાણપત્ર જમા કરવાનું રહેશે. જ્યારે હેડ ઓફ ઓફિસ અને DDOની જવાબદારી યોગ્યતા અંગે તપાસ કર્યાં બાદ HRAની ચુકવણી કરવામાં આવશે.
પ્રથમ વખત HRA ક્લેમ પર આપવાનું રહેશે પ્રમાણપત્ર
મંત્રાલયના દિશા નિર્દેશો પ્રમાણે દરેક કેન્દ્રીય સરકારી કર્મચારીઓને તેમના પ્રથમ HRA ક્લેમ સાથે Annexure-IIમાં નિર્ધારિત પ્રમાણપત્ર આપવાનું રહેશે. એટલે કે પ્રથમ વખત HRA ક્લેમ કરતી કરતી વખતે દસ્તાવેજ અનિવાર્ય છે. જોકે જો કર્મચારીઓની સ્થિતિમાં આ પ્રકારનો કોઈ ફેરફાર થતો નથી, જેથી HRAની યોગ્યતાને અસર થઈ શકે છે, તેની માહિતી ઓફિસને આપવાની રહેશે.
ગેઝેટેડ અને નોન-ગેઝેટેડ કર્મચારીઓ માટે અલગ વ્યવસ્થા
નોન-ગેઝેટેડ કર્મચારી નિર્ધારિત Annexure-II પ્રમાણપત્ર તેમના હેડ ઓફ ઓફિસ આપશે. જ્યારે રાજપત્રિત અધિકારી આ પમાણપત્ર સંબંધિત Accounts Officerને રજૂ કરશે. પ્રમાણપત્રમાં કર્મચારીએ તેમના નામ, હોદ્દાનું નામ અને હસ્તાક્ષર કરવાના રહેશે. જે જાહેરાત કર્મચારી પર લાગુ નથી થતી તેને નિર્ધારિત સ્વરૂપ પ્રમાણે કાપવાના નિર્દેશ આપ્યા છે.
પ્રમાણપત્રમાં કેટલી બાબતની જાહેરાત
Annexure-II માં કર્મચારી મુખ્યત્વે ચાર જાહેરાત કરવાની હોય છે.
- આમાં તેમના અને તેમના પરિવાર માટે ઘરની માલિકી અથવા ભાડાની સ્થિતિનો સમાવેશ થાય છે,
- જો પરિવારનો કોઈ સભ્ય તેમને ફાળવવામાં આવેલા સરકારી આવાસમાં રહેતો હોય,
- જો પરિવારનો સભ્ય HRA મેળવતો હોય, અને
- જો જીવનસાથીને સરકાર અથવા સંબંધિત સંસ્થા તરફથી તે જ સ્ટેશન પર રહેઠાણ મળી રહ્યું હોય.
