ઘરમાં કેટલું સોનું રાખી શકાય, ઈન્કમટેક્સના દરોડામાં કેટલા ગ્રામ સુધી જપ્ત નહીં થાય? વધતી કિંમતો વચ્ચે ખરીદતા પહેલા જાણી લો નિયમ

CBDT દ્વારા મે-1994માં સોનાને લઈને એક સર્ક્યુલર જારી કરવામાં આવ્યો. જેમાં ઈન્કમટેક્સ અધિકારીઓને દરોડા દરમિયાન ચોક્કસ લિમિટ સુધી સોનાના દાગીનાને જપ્ત ના કરવાનો આદેશ અપાયો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 29 Mar 2026 11:49 PM (IST)Updated: Sun, 29 Mar 2026 11:49 PM (IST)
gold-storage-rules-in-india-know-the-safe-limit-and-legal-guidelines
HIGHLIGHTS
  • 1968માં ગોલ્ડ કંટ્રોલ એક્ટ બનાવવામાં આવ્યો હતો
  • વારસામાં મળેલ સોનું રાખવાની કોઈ લિમિટ નથી હોતી

Gold Rules India: ભારતમાં મોટાભાગના લોકો અન્ય કોઈ ધાતુની સરખામણીએ સોનું ખરીદવાનું સૌથી વધારે પસંદ કરે છે, કારણ કે આપણાં દેશમાં સોનાને માત્ર રોકાણ તરીકે જ નહીં, પરંતુ પરંપરા અને સુરક્ષાના પ્રતિક તરીકે જોવામાં આવે છે.

આપણામાંથી ઘણાં લોકો પોતાના બેંક લૉકરમાં સોનાના દાગીના અથવા તો બિસ્કિટ રાખી મૂકે છે. અત્યારે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં પણ લોકો પાસે પૈસા આવે તો ભવિષ્યને ધ્યાનમાં રાખીને સોનુ સૌથી પહેલા ખરીદે છે.

એવામાં અનેક લોકોના મનમાં એક પ્રશ્ન અચૂક થાય કે, ઘરમાં કેટલું સોનું રાખી શકાય અને જો ઈન્કમટેક્સના દરોડા પડે, તો કેટલા ગ્રામ સુધી સોનું જપ્ત ના થઈ શકે? તો તમારા આ મુંઝવતા પ્રશ્નનો જવાબ અમે અહીં આપવા જઈ રહ્યા છીએ.

જો તમે પણ ઘરમાં સોનું રાખતા હોવ, તો તેની સાથે સંકળાયેલા કેટલાક નિયમો પણ છે. આ માટે 1968માં ગોલ્ડ કંટ્રોલ એક્ટ બનાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત ભારતનો દરેક નાગરિકને એક ચોક્કસ લિમિટ સુધી જ સોનું રાખવાની છૂટ આપવામાં આવી હતી, પરંતુ 1990માં આ એક્ટને નાબૂદ કરવામાં આવ્યો હતો.

naidunia_image

જે બાદ 11 મે, 1994ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા એક સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો. જેમાં ઈન્કમટેક્સ અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું કે, દરોડા દરમિયાન એક ચોક્કસ લિમિટ સુધી સેનાના દાગીનાને જપ્ત ના કરવામાં આવે.

આમ છતાં સોનું રાખનાર વ્યક્તિ પાસે તેનું વેલિડ પ્રુફ હોવું જ જોઈએ. જો કે એક નિશ્ચિત પ્રમાણથી વધારે સોનું રાખવા ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી થઈ શકે છે.

મહિલા અને પુરુષ પોતાના ઘરે કેટલું સોનું રાખી શકે? (Gold Limit At Home)

જો મહિલાઓની વાત કરીએ તો, ઈન્કમટેક્સના નિયમો અનુસાર, પરિણીત મહિલાઓ પોતાના ઘરે માત્ર 500 ગ્રામ સુધીના જ સોનાના દાગીના રાખી શકે છે. જો કોઈ મહિલા અપરિણીત હોય તો તે 250 ગ્રામ સુધીનું જ સોનું રાખી શકે છે. જો કે પુરુષો માટે આવો કોઈ નિયમ નથી. ઈન્કમટેક્સ નિયમો અંતર્ગત કોઈ પણ પુરુષ 100 ગ્રામ સુધીનું સોનું પોતાના ઘરે રાખી શકે છે.

naidunia_image

જો કોઈ આવકનો સોર્સ ના હોય તો (Income Tax Gold Rules)

જો તમે તમારા ઘરે લિમિટ કરતાં વધારે સોનું રાખ્યું હોય અને તમારી પાસે ઈન્કમનો કોઈ સોર્સના હોય, તો તમારા ઉપર કાર્યવાહી થઈ શકે છે. જો મહિલાને તેના લગ્નમાં સોનું મળ્યું હોય, તો તેના પર ઈન્કમટેક્સની કોઈ કાર્યવાહી નથી થતી.

આ સાથે જ જો તમને ગિફ્ટ તરીકે કોઈ સોનાના દાગીના મળ્યા હોય, તો તમારી પાસે ગિફ્ટ ડીડ અર્થાત તેનું બિલ હોવું જ જોઈએ. જેથી તમારી પાસે સોનું હોવાનું કોઈ વેલિડ પ્રુફ થઈ જાય. જેથી ઘર પર દરોડા પડવાની સ્થિતિમાં તમે આ પ્રુફ ઈન્કમટેક્સ અધિકારીને દેખાડી શકો છો.

જો સોનું વારસામાં મળ્યું હોય તો (Gold Storage Rules)

જો તમને વારસામાં સોનું મળ્યું હોય, તો પણ તમારી પાસે તેના ડોક્યુમેન્ટમાં એકાદ પ્રુફ હોવું જ જોઈએ. અહીં એ નોંધવું જોઈએ કે, વારસામાં મળેલ સોનું રાખવાની કોઈ લિમિટ નથી હોતી. જો તમે ઈન્કમટેક્સ વિભાગને તેના ડોક્યુમેન્ટ પ્રુફ દેખાડો, તો કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી.

આમ સરળ શબ્દોમાં કહીએ તો, ભારતમાં સોનું રાખવાની કોઈ ચોક્કસ લિમિટ નથી, પરંતુ જો તમારી પાસે સોનું ક્યાંથી આવ્યું તેનો સોર્સ, બિલ કે વેલિડ પ્રુફ નહીં હોય, તો આવકવેરા વિભાગની તપાસ દરમિયાન તકલીફ થઈ શકે છે.