Gold Silver Price Today Ahmedabad (August 10, 2026):સોનાના ભાવમાં આજે 10 ઓગસ્ટ 2026ના રોજ સતત ભારે તેજી જોવા મળી છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ શુદ્ધ સોનું (Pure Gold Price In Ahmedabad) રૂપિયા 1500 વધી રૂપિયા 1,55,000 થયો છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ (Standard Gold Price In Ahmedabad) રૂપિયા 1500 ઉછળીને રૂપિયા 1,54,700 થયો છે. જોકે અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ (Silver Price In Ahmedabad) રૂપિયા 2,35,000 થયા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ
વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver Price In International Market)માં ભાવ સ્થિર છે.ઔંસદીઠ સોનાનો ભાવ 6 ડોલર એટલે કે 0.16 ટકા ઘટી 4,335 ડોલર થયો છે.જ્યારે ચાંદીનો ઐંસદીઠ ભાવ 0.40 ડોલર એટલે કે 0.63 ટકા વધી 64.04 ડોલર પર કામકાજ થતું હતું.
MCX સોના-ચાંદીનો ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખાતે સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂપિયા 380 એટલે કે 0.25 ટકા ઉછળી રૂપિયા 1,52,200 થયો છે.
