Gold-SIlver Rates 2 January 2026:શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયા બાદ ફરી એકવાર ઉછાળો આવ્યો. ચાંદી રૂપિયા 4,000 વધીને રૂપિયા 2,41,400 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે, જ્યારે સોનાનો ભાવ રૂપિયા 1,100 વધીને રૂપિયા 1,39,440 પ્રતિ 10 ગ્રામ થયો છે. આજે ભાવમાં વધારો આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત વલણને કારણે થયો હતો.
ફેડરલ રિઝર્વ પાસેથી અપેક્ષા ઘણી વધારે
બજારના નિષ્ણાતોના જણાવ્યું હતું કે સ્પોટ ગોલ્ડ 1 ટકાથી વધુ વધીને 4,390 ડોલર પર પહોંચી ગયું છે. US ફેડરલ રિઝર્વ દ્વારા દર ઘટાડાની અપેક્ષાઓ પર બજાર સકારાત્મક વલણ અપનાવી રહ્યું છે.વૈશ્વિક બજારોમાં ચાંદીએ વર્ષ 2026 ની મજબૂત શરૂઆત કરી છે.
વર્ષ 2025માં સોના અને ચાંદીએ શાનદાર પર્ફોમન્સ આપ્યું
વર્ષ 2025માં સોના અને ચાંદીએ પ્રભાવશાળી વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન કિંમતોમાં રેકોર્ડ 65 ટકાનો વધારો જોવા મળ્યો છે. ચાંદીએ 140 ટકાથી વધુ વળતર આપ્યું. આ ઉછાળો વળતર વૈશ્વિક અસ્થિરતા, US ટેરિફ અને ઘણા દેશો વચ્ચેના યુદ્ધોને આભારી છે.
નિષ્ણાતોના મતે સલામત રોકાણ તરીકે સોના અને ચાંદીની માંગ રહે છે.રશિયા અને યુક્રેન અને અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના તણાવને કારણે રોકાણકારો હજુ પણ આ ધાતુઓમાં રસ દાખવી રહ્યા છે.
ચાંદીના સ્ટોક ઘટી રહ્યા છે
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસના અહેવાલ મુજબ વિશ્વભરના ઘણા મુખ્ય બજારોમાં ચાંદીના સ્ટોક સતત ઘટી રહ્યા છે, જે દર્શાવે છે કે બજારમાં ચાંદીની ઉપલબ્ધતા મર્યાદિત બની રહી છે.
