Gold Silver Price Next Week: 22મી જૂનથી શરૂ થતા સપ્તાહ દરમિયાન શરૂ થતા સપ્તાહ દરમિયાન સોના અને ચાંદીની કિંમત પર અમેરિકા ઈરાન વાટાઘાટની અસર, ક્રુડ ઓઈલની કિંમત અને અન્ય વૈશ્વિક ઘટનાક્રમની અસર થઈ શકે છે. સ્વિત્ઝરલૅન્ડમાં અમેરિકા ઈરાન વાટાઘાટની બજાર પર અસર થશે. આ બેઠકમાં અમેરકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વિન્સ અમેરિકાના અધિકારીઓ સાથે વાતચીત કરે તેવી શક્યતા છે. શુક્રવારે મુહર્રમ નિમિત્તે કોમોડિટી બજારોમાં સવારના સત્રનું કામકાજ બંધ રહેશે. ગયા સપ્તાહે સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો આવ્યો હતો.
અમેરિકા-ઈરાન વાટાઘાટ પર રહેશે નજર
નિષ્ણાતોનું માનવું છે કે બર્ગેનસ્ટોકમાં યોજાનારી અમેરિકા-ઈરાન વાટાઘાટ આગામી સપ્તાહ બુલિયન માર્કેટ માટે મહત્વની રહેશે. બેઠકમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ઈરાનના અધિકારીઓ સાથે મંત્રણા કરે તેવી શક્યતા છે. આ વાતચીત ગયા સપ્તાહ થયેલ ફ્રેમવર્ક સમજૂતીને આગળ વધારવા અને પરમાણું વાટાઘાટ ફરીથી શરૂ કરવાના ઉદ્દેશથી થશે. વિશ્લેષકોનું કહેવું છે કે આ બેઠકની અસર જોખમ ભાવના અને ઊર્જા બજાર પર થઈ શકે છે.
સોના અને ચાંદીમાં હાલમાં રેન્જ-બાઉન્ડ અથવા કરેક્શન જોવા મળી રહ્યું છે. બજાર વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેની વાટાઘાટો તેમજ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ક્રૂડ ઓઇલ, LNG અને કાચા માલની હિલચાલ પર નજીકથી નજર રાખશે.
ઈરાન અને હોર્મુઝ સ્ટ્રેટ
ઈરાને કહ્યું કે લેબનોનમાં ઇઝરાયલી હુમલાઓને પગલે તેણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે. જોકે યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે વ્યૂહાત્મક જળમાર્ગ દ્વારા જહાજોનો ટ્રાફિક સામાન્ય રીતે ચાલુ રહે છે.
