Gold Game Over: એક મહિનામાં સોનામાં રૂપિયા 15000 તો સિલ્વરમાં 53000નો કડાકો, ઓલ-ટાઈમ હાઈથી કેટલો થયો ઘટાડો તે જાણો

14 મેના રોજ 24 કેરેટ સોનાના ભાવ રૂપિયા 1,61,349 હતા, જે આજે રૂપિયા 1,45,584 છે. એટલે કે છેલ્લા ક મહિનામાં સોનાનો ભાવ રૂપિયા 15,765 સસ્તું થઈ ગયું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 11 Jun 2026 06:48 PM (IST)Updated: Thu, 11 Jun 2026 06:48 PM (IST)
gold-fell-by-rs-15000-and-silver-by-rs-53000-in-a-month-know-how-much-it-has-fallen-from-the-all-time-high

Gold Game Over: સપ્તાહના સતત ચોથા દિવસે એટલે કે આજે ગુરુવારે સોના અને ચાંદીની કિંમતમાં ફરી એક વખત મોટો ઘટાડો થયો છે (Gold Silver Price Crash) જોવા મળ્યુ છે. મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિ, અમેરિકાના અર્થતંત્રના મજબૂત આંકડા તથા વ્યાજ દરો ઊંચા રહેવાની શક્યતા વચ્ચે કિંમતી ધાતુના ભાવ પર દબાણની સ્થિતિ જોવા મળી છે.

નિષ્ણાતોનું માનવું છે કે સોનામાં અત્યારે નફારૂપી વેચવાલી થઈ રહી છે અને બજાર ક્રુડ ઓઈલ, રૂપિચો તથા મોટા આર્થિક ઘટનાક્રમોને લઈ ખૂબ જ સંવેદનશીલ છે. તેની અસર આંતરરાષ્ટ્રીય બજાર, ભારતીય ઘરેલુ બજારથી લઈ હાજર બજારો સુધી અસર જોવા મળી રહી છે.

એક મહિનામાં સોના-ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો

IBJAની માહિતી પ્રમાણે 14 મેના રોજ 24 કેરેટ સોનાના ભાવ રૂપિયા 1,61,349 હતા, જે આજે રૂપિયા 1,45,584 છે. એટલે કે છેલ્લા ક મહિનામાં સોનાનો ભાવ રૂપિયા 15,765 સસ્તું થઈ ગયું છે. જ્યારે ચાંદી એક મહિનામાં રૂપિયા 53,810 સસ્તી થઈ ગઈ છે. 14 મેના દિવસે કિંમત પ્રતિ કિલો રૂપિયા 2,87,350 હતો, જે વર્તમાન સમયમાં રૂપિયા 2,33,540 આવી ગઈ છે.

ઓલ-ટાઈમ હાઈ લેવલથી કેટલા સસ્તા થયા સોના-ચાંદી

ઈન્ડિયન બુલિયન જ્વેલરી એસોસિએશન (IBJA)ની માહિતી પ્રમાણે 29મી જાન્યુઆરીનો દિવસ સોના માટે ઐતિહાસિક હતો. તે દિવસે શુદ્ધ સોનું અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી રૂપિયા 1,75,340 પ્રતિ 10 ગ્રામ ક્વોટ થયું હતું. જો તે લેવલ સાથે તુલના કરવામાં આવે તો છેલ્લા સાડા ચાર મહિનામાં સોનાની કિંમત રૂપિયા 29,756 સસ્તી થઈ ગઈ છે. 29 જાન્યુઆરીના રોજ ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 3,79,988 ઓલ-ટાઈમ હાઈ હતા. એટલે કે ત્યારથી અત્યાર સુધી ચાંદી પ્રતિ કીલોગ્રામ રૂપિયા 1,46,448 સસ્તી થઈ ગઈ છે.

સોના-ચાંદી પહેલી વખત ક્યારે રૂપિયા 1 લાખ પાર થયેલ?

ગોલ્ડે 23 જુલાઈ 2025ને પહેલી વખત રૂપિયા 1 લાખ પ્રતિ 10 ગ્રામ આંકડા પાર કર્યાં હતા. જ્યારે ચાંદી 3 જૂન 2025ના રોજ રૂપિયા 1 લાખ પ્રતિ કીલોગ્રામને પાર પહોંચી ગયા હતા. જ્યારે છેલ્લા એક વર્ષની વાત કરીએ તો જૂન 2025થી જૂન 2026 સુધી સોનું રૂપિયા 67,000 પ્રતિ 10 ગ્રામ તથા ચાંદી રૂપિયા 1,46,000 મોંઘા થઈ ચુક્યા છે.