Gautam Adani Richest Person:ગૌતમ અદાણી ફરી વખત એશિયાના સૌથી સમૃદ્ધ વ્યક્તિ બન્યા, મુકેશ અંબાણીને પાછળ રાખી દીધા

શુક્રવારના રોજ અદાણી ગ્રુપની કંપનીના શેરોમાં શાનદાર તેજીને પગલે તેમની વેલ્થમાં જોરદાર ઉછાળો આવતા તેમણે સૌથી સમૃદ્ધ વ્યક્તિ તરીકે ફરી વખત સ્થાન હાંસલ કર્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 06 Jun 2026 06:21 PM (IST)Updated: Sat, 06 Jun 2026 06:27 PM (IST)
gautam-adani-become-richest-person-in-asia-surpasses-mukesh-ambani-and-softbank-ceo-masayoshi-son

Gautam Adani Richest Person In Asia:ભારતીય શેરબજારમાં અદાણી ગ્રુપ (Adani Group)ની કંપનીઓના શેરોમાં ભારે તેજી વચ્ચે દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) ફરી વખત એશિયાના સૌથી સમૃદ્ધ વ્યક્તિ બની ગયા છે. શુક્રવારના રોજ અદાણી ગ્રુપની કંપનીના શેરોમાં શાનદાર તેજીને પગલે તેમની વેલ્થમાં જોરદાર ઉછાળો આવતા તેમણે સૌથી સમૃદ્ધ વ્યક્તિ તરીકે ફરી વખત સ્થાન હાંસલ કર્યું છે.

ગૌતમ અદાણીએ આ બે અગ્રણી વ્યક્તિને પાછળ છોડી દીધા

અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તથા સોફ્ટબેંકના CEO માસાયોશી સોનને પાછળ રાખી દીધા છે. ફોર્બ્સના અહેવાલ પ્રમાણે ગૌતમ અદાણી 89.2 અબજ ડોલરની નેટવર્થ સાથે મુકેશ અંબાણીની નેટવર્થ 88 અબજ ડોલર અને સોફ્ટબેંકના માસાયોશી સોનની સંપત્તિ 87 અબજ ડોલરથી આગળ નિકળી ગયા છે.

માસાયોશી પાસે અગાઉ આ સ્થાન હતુ

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારના રોજ જાપાનની ઈન્વેસ્ટમેન્ટ કંપની સોફ્ટબેંકના શેરોમાં ભારે ઘટાડો થયો તે અગાઉ એશિયાના સૌથી સમૃદ્ધ વ્યક્તિ તરીકે માસાયોશી સોન આ મોખરાના સ્થાન પર હતા. જોકે શેરબજારમાં ભારે મંદી વચ્ચે તેમની વેલ્થમાં ઘટાડો થયો છે અને હવે તેઓ ગૌતમ અદાણી તથા મુકેશ અંબાણીથી પાછળ છે.

અદાણી ગ્રુપના શેરોમાં ભારે તેજી

વીતેલા સપ્તાહમાં અદાણી ગ્રુપ કંપનીઓમાં શાનદાર તેજી જોવા મળી હતી. શુક્રવારે અદાણી ગ્રુપની અદાણી ગ્રીન એનર્જી આશરે 7 ટકા, અદાણી એનર્જી આશરે 4 ટકા જ્યારે અદાણી એન્ટરપ્રાઈસિસ તથા અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનના શેરમાં આશરે 2-2 ટકાની તેજી જોવા મળી હતી. આ ઉપરાંત અદાણી પાવરમાં 1 ટકા તેજી નોંધાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં અદાણી ગ્રુપના શેરોમાં 23 ટકાથી 56 ટકા સુધીની તેજી જોવા મળી છે.