Ganesh Chaturthi 2024: આજે દેશમાં ભવ્ય રીતે ગણેશ ભગવાનની મૂર્તિઓની ઘરોમાં તથા પંડાલમાં સ્થાપના કરવામાં આવી રહી છે. 7 સપ્ટેમ્બર,2024 એટલે કે દેશભરમાં ગણેશ ચતુર્થી તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.
ભારત ઉપરાંત વિદેશમાં પણ ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ઈન્ડોનેશિયામાં તો તેમની કરન્સી એટલે કે ચલણી નોટો (Indonesia currency) પર શ્રી ગણેશની તસવીર પણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ મુસ્લીમ વસ્તી ધરાવતો દેશ છે.
ઇન્ડોનેશિયાની ચલણી નોટ પર ગણેશની તસવીર છે
ઈન્ડોનેશિયાનું ચલણ પણ ભારતીય ચલણ જેવું જ છે.અહીં પણ લોકો તેનો ઉપયોગ સામાન અથવા કોઈપણ વસ્તુ ખરીદવા માટે કરે છે. ભારતીય ચલણ રૂપિયા છે અને ઇન્ડોનેશિયન ચલણ રૂપિયા છે. ઈન્ડોનેશિયામાં માત્ર 3 ટકા હિંદુ છે અને બાકીના 87.5 ટકા મુસ્લિમ છે.
ઇન્ડોનેશિયાની રૂપિયા 20 હજારની નોટ પર ગણેશની તસવીર છપાયેલી છે.આ નોટ ઇન્ડોનેશિયાની સરકારે વર્ષ 1998માં બહાર પાડી હતી.હવે સવાલ એ છે કે ઈન્ડોનેશિયાની કરન્સી પર ગણેશજીનો ફોટો લગાવવા પાછળનું કારણ શું છે?
ઈન્ડોનેશિયાના ચલણના 20 હજાર રૂપિયાને ધ્યાનથી જોશો તો ગણેશજીના ફોટાની સાથે ક્લાસરમનો ફોટો પણ છે. આ ઉપરાંત આ નોટ પર ઈન્ડોનેશિયાના પ્રથમ શિક્ષણ મંત્રી હજર દેવંત્રાનો ફોટો છે.
હજર દેવાંત્રાને ઈન્ડોનેશિયામાં આઝાદીનો હીરો માનવામાં આવે છે. સાથે જ ભગવાન ગણેશને શિક્ષણ, કલા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઇન્ડોનેશિયાના લોકો માને છે કે દેશની મજબૂત અર્થવ્યવસ્થાનું કારણ ભગવાન ગણેશ છે. તમને જણાવી દઈએ કે હાલમાં આ નોટ ઈન્ડોનેશિયામાં ઉપયોગમાં નથી.
