FSSAI New Rules:FSSAIએ નાના બાળકોના ફૂડમાં એક્સ્ટ્રા સુગર ફોર્મ્યુલા પર પ્રતિબંધ મુકવાની દરખાસ્ત કરી

FSSAIની દરખાસ્ત પ્રમાણે છ મહિના સુધીના શિશુઓ માટે તૈયાર કરવામાં આવતા ફુડમાં સુક્રોઝ અને ફ્રક્ટોઝનું મિશ્રણ કરવામાં આવશે નહીં.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 17 Oct 2026 04:21 PM (IST)Updated: Sat, 17 Oct 2026 04:21 PM (IST)
fssai-new-rules-food-regulator-fssai-proposes-ban-on-added-sugars-in-infant-formula

FSSAI New Rules:છ મહિનાના શિશુઓને લગતી ખાદ્ય ચીજવસ્તુઓમાં સુગરને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે.ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(FSSAI)એ મહિનાના બાળકોના ફૂડમાં સુક્રોઝ અને ફ્રક્ટોઝ મિશ્રિત કરવા પર પ્રતિબંધ મુકવાની દરખાસ્ત રજૂ કરી છે. આ માટે FSSAI દ્વારા Infant Nutrition Regulationsમાં ફેરફાર કરવાને લગતો એક ડ્રાફ્ટ ઈશ્યુ કર્યો છે.

આ ડ્રાફ્ટ 16 ઓક્ટોબરના રોજ ગેજેટમાં પ્રકાશિક કરવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં આ નિયમો હેઠળ નિયત મર્યાદામાં સુક્રોઝ અને ફ્રક્ટોઝનું મિશ્રણ કરવાની પરવાનગી છે. નવા પ્રસ્તાવમાં છ મહિના સુધીના બાળકોના ફૂડમાં આ બન્નેનું મિશ્રણ કરવા પર પ્રતિબંધ મુકવાની વાત કરવામાં આવી છે.

6 મહિના સુધીના બાળકોના ફૂડમાં કેવા ફેરફાર

FSSAIની દરખાસ્ત પ્રમાણે છ મહિના સુધીના શિશુઓ માટે તૈયાર કરવામાં આવતા ફુડમાં સુક્રોઝ અને ફ્રક્ટોઝનું મિશ્રણ કરવામાં આવશે નહીં. અત્યારે તો આ નિમયોમાં નિયત મર્યાદામાં પરવાનગી છે. નવી દરખાસ્ત પ્રમાણે અનુમતિને ખતમ કરવાની તૈયારી છે. સુક્રોઝ અને ફ્રક્ટોઝ સુગરના પ્રકાર છે. FSSAI આ પ્રસ્તાવ વિશેષ કરીને છ મહિના સુધીના બાલકોના ફૂડ સાથે સંકળાયેલ છે.

FSSAI દ્વારા આ દરખાસ્ત કેમ રજૂ કરવામાં આવી

આ દરખાસ્તનો ઉદ્દેશ શિશુઓના જીવનના શરૂઆતી છ મહિનામાં વધારાની સુગરથી બચાવવાનો છે.આ સાથે તેમના વધુ સારા પોષણ તથા સ્વાસ્થ વિકાસ પર ભાર આપવામાં આવ્યો છે. આ માટે FSSAI દ્વારા શિશુઓના પોષણ સાથે સંકળાયેલ વર્તમાન નિયમોમાં ફેરફારને લગતો ડ્રાફ્ટ ઈશ્યુ કરવામાં આવ્યો છે. આ સાથે FSSAI દ્વારા 60 દિવસમાં સૂચનો અને વાંધા સંબંધિત બાબતોની માંગ કરવામાં આવી છે.