Rule Change:1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે LPG સિલેન્ડરથી લઈ e-KYC નિયમો, જાણો તેની કેવી અસર થશે

1 સપ્ટેમ્બરથી LPG e-KYC ફરજિયાત બનશે, જે 31 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ ન કરનારને સિલિન્ડર અને સબસિડીમાં મુશ્કેલી પડશે. આ ઉપરાંત, LPG, ATF, CNG અને PNGના ભાવોમાં પણ 1 સપ્ટેમ્બરથી ફેરફાર જોવા મળશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 30 Aug 2026 11:43 PM (IST)Updated: Sun, 30 Aug 2026 11:43 PM (IST)
from-lpg-cylinders-to-ekyc-rules-will-change-from-september-1-know-how-it-will-affect-you

Rule Change:ભારતમાં દરેક નવા મહિને વિવિધ સેક્ટરને લગતા નવા નવા નિયમો આવતા હોય છે. વીતેલા મહિનાની માફક જ 1 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા નવા મહિનામાં પણ આ પ્રકારના નવા નિયમો આવી રહ્યા છે અથવા વર્તમાન નિયમોમાં વ્યાપક ફેરફાર થઈ રહ્યા છે. 1લી સપ્ટેમ્બરથી કયા-કયા નિયમો બદલાશે તે અંગે આજે આપણે માહિતી મેળવશું.

LPG Price

દેશની બધી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે જરૂરિયાતના આધારે ઘરેલુ અને વાણિજ્યિક LPG સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે.પશ્ચિમ એશિયાઈ સંઘર્ષને કારણે ઉર્જા પુરવઠામાં ગંભીર વિક્ષેપને કારણે દેશમાં LPGના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો.જોકે 19 કિલોગ્રામના વાણિજ્યિક LPG સિલિન્ડરના ભાવમાં છેલ્લે 1 ઓગસ્ટના રોજ 202 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.જોકે ઘરોમાં વપરાતા 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ રાહત આપવામાં આવી ન હતી.

ATF, CNG, PNG Price

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જરૂરિયાત મુજબ LPGના ભાવ તેમજ ATF(એવિએશન ફ્યુઅલ) CNG અને PNGના ભાવમાં ફેરફાર કરે છે.પાછલા મહિનાની જેમ આ કંપનીઓ 1 સપ્ટેમ્બરના રોજ નવા ATF, CNG અને PNGના ભાવ જાહેર કરશે.

LPG e-KYC

ઘરેલુ LPG સિલિન્ડર મેળવવા માટે E-KYC ફરજિયાત છે અને તેની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2026 છે. જો તમે 31 ઓગસ્ટ સુધીમાં તમારા LPG કનેક્શન માટે e-KYC પૂર્ણ નહીં કરો તો તમને 1 સપ્ટેમ્બરથી ગેસ સિલિન્ડર મેળવવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વધુમાં LPG સિલિન્ડર પરની સબસિડી પણ બંધ થઈ જશે.